ખજૂર ખાવાના ફાયદા અને ખજૂરની વાનગીઓ

સારા સ્વાસ્થ્ય માટે

ગુજજુમિત્રો આજે આપણે ખજૂર ના ફાયદા વિષે વાત કરીશું. સામાન્યપણે બધાં જ જાણે છે કે ખજૂર ફાયદાકારક છે અને તેને શિયાળામાં ખાવી જોઈએ. આજે આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે જુદા જુદા રોગમાં ખજૂરને ખાવાની જુદી જુદી રીતો હોય છે. ચાલો આપણે વિગતવાર જાણીએ : ખજૂર ખાવાના ફાયદા અને ખજૂરની વાનગીઓ

ખજૂરનો પાક

ઠંડી ઋતુમાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મળી જાય છે. પણ ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન,ઈરાન,ઈરાકના બસરા અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે.આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે ખરાં,પણ એને સારા ફળ નથી બેસતાં.અહીંનાં વૃક્ષો પર ઊગતાં ખજૂરનાં ફળોને પકવવાની રીતને કારણે પણ ભારતમાં બહુ સારાં ફળ નથી થતાં.કચ્છના પ્રદેશમાં લીલી ખારેક આજે સારી પાકે છે.

ખજૂરના વૃક્ષો

આનું વૃક્ષ 30 થી 40 ફુટ લાંબુ,3 ફીટ પહોળુ આછુ લીલા રંગનુ અને આના પાન 10થી 15 ફુટ લાંબા હોય છે.આ 1 થી દોઢ ઈંચ લાંબા,અંડાકાર અને ઘાટા લાલ રંગના ફળના ફળ હોય છે. ખજૂરના અંદરની બી ખૂબ જ કડક હોય છે.ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે. તેને ખજુરી અને ભૈયાજીઓ “છુહારા” પણ કહે છે.

Date tree

ખજૂર છે કલ્પવૃક્ષ

ફક્ત ખજૂર જ નહીં,તેના ઝાડના એક એક ભાગ આપણા માટે ઘણાં ઉપયોગી છે.ખજૂરના ઝાડના પાદડાંમાંથી ફેબ્રિક્સ બને છે તો ખજૂરના ઠળીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે.એટલે એ કલ્પવૃક્ષ જ છે. દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે.

ખજૂરનું ફળ

ખજૂર મધુર,શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. તે અગ્નિ વર્ધક તથા હ્રદય માટે હિતકારી તો છે જ કફ,પિત્ત,વાત અને અનિદ્રાનાશક છે. ખજૂરમાં વિટામીન એ,બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વિગેરે તત્વો હોય છે. એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. એ શરીરમાં રક્તકણો વધારે છે,રોગપ્રતિકારક શક્તિ વધારે છે,પાચનશક્તિ સુધારે છે તેમ જ સ્કિન-ટાઇટનિંગ માટે એ ખૂબ સારી ગણવામાં આવે છે.

ગાંધીજીની પ્રિય હતી ખજૂર

Gandhi ji

ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ.ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે.ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે.ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવા માટે ઉત્તમ મનાય. ખજૂરમાં રહેલાં પોષક તત્વોને લીધે ગાંધીજી અનાજ નો ત્યાગ કરી માત્ર રોજની 5 નંગ ધોયેલી સાદી ખજૂરની પેશીઓ ખાતા.અને બે વાર લીંબુ શરબત કે બીમાર હોયતો મોસંબીઓ ખાતા.

ખાંડને બદલે મીઠાઈઓમાં વાપરો ખજૂર

ખજૂર પોતે જ એટલી મીઠી હોય છે કે એમાં સાકર ઉમેરવાની જરૂર નથી હોતી.આજકાલ તો ખજૂરનો અન્ય મીઠાઈઓમાં નૅચરલ સ્વીટનર તરીકે ઉપયોગ પણ થાય છે.આ એક હેલ્ધી ઑપ્શન છે જે જરૂર અપનાવવો જોઈએ.

ખજૂર ખાવાના આયુર્વેદિક ફાયદા

  • એક ખજૂર ને ૧૦ ગ્રામ ઓસામણ સાથે પીસીને બાળકોને પીવડાવવાથી સૂકતાનમાં લાભ થાય છે અને બાળક હુષ્ટ પુષ્ટ થાય છે.આ એક ઉત્તમ ટોનિક પણ છે.
  • સ્ત્રીઓના હિસ્ટોરિયાના રોગમાં ખજૂર ઉત્તમ દવા છે.નિયમિત ૫-૫ ખજૂર સવાર-સાંજ દૂધ ની સાથે સેવન કરવાથી હિસ્ટોરિયા રોગનું નિવારણ થાય છે.આ પ્રયોગ બે મહિના સુધી કરવો જોઈએ.
  • ૪-૫ ખજૂરને ઉકાળીને તેમાં ૩-૪ ગ્રામ મેથીનું ચૂર્ણ ભેળવીને ખાવાથી કમર અને ઘુંટણના દર્દથી રાહત મળે છે.
  • જુના ઘા ઉપર ખજૂરના ઠળિયાને બાળીને તેની ભસ્મ લગાવવાથી જૂના ઘા રૂઝાઈ જાય છે.
  • શરદીથી છૂટ્કારો મેળવવા માટે સવાર સાંજ ૫-૫ ખજૂર ખાઈને થોડું ગરમ પાણી પીઓ.આનાથી ફેફસામાં થયેલો કફ પીગળી ને નીકળી જાય છે અને શરદી-ખાંસી માંથી છૂટકારો મળે છે.
  • થાક દૂર કરવા અને બળ વૃદ્ધિ માટે ૨૫૦ ગ્રામ ખજૂર અને અડધો લીટર દૂધનું પ્રતિદિન સેવન કરવું જોઈએ.બી.પીના દર્દીઓને પણ ગરમ પાણીમાં ખજૂર ધોઈન્ને દૂધમાં ખજૂર ઉકાળી ને તે દૂધ પી જવું જોઈએ.
  • ખજૂર-સૂંઠનું ચૂર્ણ,સાકર અને ઘીને દૂધમાં ઉકાળીને સવારસાંજ પીવાથી તાવ મટી જાય છે.પ્રતિદિન ૧૫-૨૦ ખજૂર ખાઈને ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં નવું લોહી બને છે અને શરીરમાં તાકાત આવે છે.
  • ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંતની કમજોરી,હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.

ખજૂર છે ઊર્જાનો ભંડાર

ખજૂર ખાવાના ફાયદા

ખજુરમાં ભરપૂર પ્રમાણમાં રહેલું આયરન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમ જ ખજૂરનાં પોષક તત્વોને દૂધ પૂરેપૂરાં શરીરમાં શોષવા માટે મદદ કરે છે જેથી એના સઘળા લાભ લઈ શકાય.એનર્જીને વિકાસ માટે નાનાં બાળકોથી લઈને પ્રૌઢ વયના લોકોને પણ ખજૂર અનેક રીતે લાભકારી છે. કાબોર્હાઇડ્રેટ્સ, લોહ, કૅલ્શિયમ અને ફૉસ્ફરસ જેવાં ખનિજતત્વોથી ભરપૂર ખજૂર પાંડુરોગ અને ટીબીના દરદીઓ માટે નવજીવન બક્ષનાર ગણાય છે.

શાકાહારી લોકો માટે ખાસ છે ખજૂર

ખજૂરમાં રહેલા આયર્નના ભરપૂર જથ્થાને કારણે શાકાહારી લોકોએ તો ખજૂર ખાસ ખાવાં જોઈએ. શાકાહારીઓએ ખજૂર અને દૂધનો નાસ્તો અચૂક કરવો જોઈએ.એમાં રહેલું આયર્નનું ભરપૂર પ્રમાણ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે.એની સાથે દૂધ લેવાથી ખજૂર શરીરમાં બરાબર શોષાય છે એટલે એમાં જે પણ પોષક તત્વો છે એનો પૂરેપૂરો લાભ શરીરને મળે છે.શિયાળામાં થતી શરદી,અસ્થમા જેવી તકલીફો સામે રક્ષણ મેળવવા ખજૂર રામબાણ ઇલાજ છે.ડાયાબિટીઝના પેશન્ટ પણ દિવસમાં બેથી ત્રણ ખજૂર ખાય તો નુકસાન નથી થતું.

ફેફસાની બીમારી અને એઇડ્સ

ફેફસાંનો ટીબી હોય એવા અને એચઆઇવી પૉઝિટિવના દરદીઓએ સવાર-સાંજ નિયમિત પાંચથી દસ પેશી ખજૂર ધોઈ એમાં સફેદ માખણ અથવા તો ગાયનું ઘી ભરીને ખાવી.એના પર એક ગ્લાસ સૂંઠ અને કાળાં મરી નાખીને ઉકાળેલું દૂધ પી જવું.એનાથી દવાની આડઅસરો ઘટે છે.શરીરમાં રક્તકણોની સંખ્યા સુધરતાં રોગપ્રતિકારક શક્તિ વધે.

હ્રદયરોગ

હૃદયરોગની તકલીફ હોય તો રોજ સવારે ચારથી પાંચ પેશી ઠળિયા કાઢેલાં ખજૂરની સાથે ગુલકંદ કે આમળાનું ચ્યવનપ્રાશ ખાવું.એના પર સૂંઠવાળું એક કપ દૂધ પીવાથી હૃદયની સાથે સંકળાયેલી શિરાઓ અને ધમનીઓ મજબૂત બને છે.આને કારણે હૃદયનું પમ્પિંગ સુધરે છે અને લોહીનું પ્રસરણ કરવાની શક્તિ નિયમિત બને છે.

કિડનીની બીમારી

કિડનીની તકલીફ હોય અથવા તો યુરિનમાં ખનિજતત્વો જતાં હોય કે હાથે-પગે સામાન્ય સોજા વર્તાતા હોય તો રોજ રાતે ચારથી પાંચ પેશી ખજૂર ગાયના દૂધ સાથે ચાવીને ખાવામાં આવે એ જરૂરી છે.

Car service

કબજિયાત

કાયમની કબજિયાત હોય અને જુલાબની ગોળીઓ બદલી-બદલીને કંટાળ્યાં હો તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.જો ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું.એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.

ખજૂર અને ઘી

અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે.એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે.જો માબાપની હાઇટ ઓછી હોય અને બાળકનો વિકાસ મંદ હોય તો બાળક રમતું થાય ત્યારથી જ ખજૂરપાકના ટુકડા સવાર-સાંજ આપવાનું શરૂ કરવું.જો ખજૂરપાક ન બનાવી શકાય તો ખજૂરના ઠળિયા કાઢી એમાં છલોછલ ઘી ભરીને રાખવું.રોજ આવી બેથી ત્રણ પેશી ખજૂર સવારે ઊઠીને નરણા કોઠે ચાવી-ચાવીને ખાવાથી હાઇટ અને વેઇટ બન્ને વધે છે.એ માત્ર મેદ નથી હોતો,પરંતુ શરીર અંદરથી મજબૂત થાય છે.

બાળકોના વિકાસ માટે ખજૂર

ઓછું વજન હોય,હાઇટ વધતી ન હોય,બુદ્ધિ મંદ હોય,શરીરનો બાંધો નબળો હોય એવાં બાળકોને શિયાળાના ચાર મહિના ખજૂરપાક જરૂર ખવડાવવો.

ખજૂર પાક ની વિધિ

  • ખજૂરને ધોઈ,દૂધમાં પલાળીને માવો બનાવી લેવો.
  • માવો ઘીમાં શેકી લો.
  • એમાં લીંડીપીપર, એલચી, જાવંત્રી નાખીને ઠારી લો.
  • એના બે ટુકડા રોજ સવારે દૂધ સાથે બાળકોને ખવડાવવાથી શરીરનો બાંધો મજબૂત થશે અને બુદ્ધિ વિકસશે.

ખજૂરનું શરબત કેવી રીતે બનાવવું?

  • સારી જાતના ખજૂરની પેશીઓ બરાબર ધોઈ ઠળિયા કાઢીને ત્રણ ગણા પાણીમાં રાતભર પલાળી રાખવી.
  • બીજા દિવસે બપોરે એને ચોળીને એમાં એક લીંબુનો રસ નીચવો.
  • તેમાં ચપટીક સિંધાલૂણ,સંચળ,કાળાં મરી નાખો
  • તમારું ખજૂર નું શરબત તૈયાર છે! પાચનની તકલીફ કે અરુચિ હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે આ શરબત નિયમિત પીવાથી ફાયદો થાય છે.

Read more health articles here.

You may also like...

1 Response

  1. NITIN says:

    Very nice????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *