શંખ વગાડવા ના ૧૫ ફાયદા
શંખ વગાડવા ના ૧૫ ફાયદા
ગુજજુમિત્રો, આજે હું તમને શંખ વગાડવા ના ૧૫ ફાયદા વિષે જણાવવા માંગુ છું. અહીં મેં સંક્ષિપ્તમાં તેની રજૂઆત કરી છે. મને આશા છે કે તમને મદદરૂપ થશે.
૧. શંખનાદથી જડબા ને કસરત મળે છે. સંકોચાયેલા જડબા વિકાસ પામે છે.
૨. શંખનાદથી આંખોમાં લોહીનું સર્ક્યુલેશન થાય છે. જેના કારણે આંખોનું તેજ વધે છે. મોતિયો લંબાય છે.
૩. શંખનાદથી ચહેરાની ચામડી તથા આંખોની નીચેની ત્વચાની કરચલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ચહેરો ભરાવદાર બને છે.
૪. શંખનાદથી મગજમાં વાયબ્રેશન થાય છે અને મગજની તમામ નસો ખૂલતી હોય એવું લાગે છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થવા લાગે છે.
૫. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શંખનાદથી નકારાત્મક ઊર્જા નાશ પામે છે, સૂક્ષ્મ જીવાણુઓ નો અંત થાય છે અને વાયુમંડલની શુદ્ધી થવા લાગે છે.
૬. શંખ વગાડવાથી ફેફસાની ખૂબ જ સરસ કસરત થાય છે. નબળા ફેફસા મજબૂત બને છે અને ઑકિસજન લેવાની ક્ષમતા બમણી થાય છે.
૭. શંખનાદ આપની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને વારંવાર બીમાર પડવાનું બંધ થાય છે. Also read : શું તમે જાણો છો કે તમે જ ખુદના સાચા ડૉક્ટર છો?
૮. નિયમિતપણે શંખનાદ કરવાથી ચહેરાની કાંતિ વધીને ચહેરો ચમકવા લાગે છે.
૯. શંખનાદને બ્રહ્મનાદ પણ કહેવાય છે. શંખ વગાડવાથી ભ્રમરી પ્રાણાયામ નો ફાયદો મળે છે.
૧૦. શું તમને બોલવામાં તકલીફ થાય છે? તો આજે જ શંખ વગાડવાનું શરૂ કરી દો . લાંબા ગાળે ફાયદો અવશ્ય થશે.
૧૧. પ્રસૂતિ પછી શંખનાદ કરવામાં આવે તો સ્ત્રીઓ નું પેટ ઓછું થવા લાગે છે.
૧૨. શંખ ને વગાડવાથી યાદશક્તિ વધે છે. વિદ્યાર્થીઓ એ રોજ વગાડવો જોઈએ કારણકે શંખનાદથી આત્મા વિશ્વાસ માં વૃદ્ધિ થાય છે.
૧૩. શંખનાદથી ડીપ્રેશન, થાઈરૉઈડ જેવી ગંભીર બીમારીઓ ઠીક થઈ જાય છે.
૧૪. ગાયકો ને રીયાઝ કરતાં પહેલા શંખ વગાડવો જોઈએ કારણકે શંખનાદ થી આલાપ લંબાવી શકાય છે.
૧૫. શંખનાદ એક પ્રકારનું ધ્યાન છે. જ્યારે તમે શંખ વગાડો છો તો આપમેળે નિર્વિચાર સ્થિતિમાં પ્રવેશ કરો છો. મનની શાંતિ અને સ્થિરતા મળે છે.