શરીરમાં દુખાવો છે? અજમાવો આ અકસીર ઉપાય

body

શરીરમાં દુખાવો છે? અજમાવો આ અકસીર ઉપાય

ગુજજુમિત્રો, શરીરમાં દુખાવો બહુજ સામાન્ય છે, પણ એનાથી છુટકારો મળવો ઘણી વાર અઘરું પડી શકે છે. એટલે, આજે હું તમને શરીરનો દુખાવો પામવા માટે ૭ અકસીર ઉપાય બતાવીશ.

શરીરના કોઈપણ અંગમાં દુ:ખાવો થવો આધુનિક જીવનશૈલીનુ પરિણામ છે. કોઈપણ અંગમાં તકલીફ થતા રોગીને ભયાનક દર્દ થવા માંડે છે. જો અમે કોઈપણ પ્રકારના દુ:ખાવાનો શિકાર છો તો દર્દ નિવારણ માટે મદદરૂપ કેટલાક વિશેષ પદાર્થોનુ સેવન કરો અને ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરો. આ તમારા આરોગ્યની રક્ષા કરવા ઉપરાંત દરેક પ્રકારના દુ:ખાવામાં ઔષધિની જેમ કામ કરશે. જ્યારે કે એલોપેથિક દવા લેતા અનેક પ્રકારના રિએક્શન થઈ શકે છે. ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેમને ખાવવા અને લગાવવાથી દુ:ખાવો ગાયબ થઈ જાય છે.

➡️ મેથી ગેસ અને કફ બંન્ને ને મિટાવનારી ઔષધિની જેમ કાર્ય કરે છે. રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વાત રોગ દૂર થઈ જાય છે. મેથી અને સોંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી ગઠિયા અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

➡️ સૂંઠ અને આદુ એક જ પદાર્થના બે રૂપ છે. લીલા રૂપમાં એ આદુ કહેવાય છે અને સૂકાય જાય તો સૂંઠ બની જાય છે. આદુ અને સૂંઠનો ઉપયોગ મસાલા અને ઘરેલુ દવાઓના રૂપમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ વા ના રોગો માટે સૌથી સારી દવા છે. જો શરીરના કોઈ પણ અંગમં દુખાવો થાય તો થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લો. દુ:ખાવાથી તરત જ રાહત મળશે.

➡️ જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને જોઈંટ ના જૂના સોજા પર માલિશ કરવાથી લાભ થાય છે. આ સંઘિવાતના કારણે અકડાયેલ સંધિ-સ્થળને ખોલે છે. જેનાથી જોઈંટના દુખાવાથી રાહત મળે છે. જાયફળનુ ચૂરણ મધ સાથે સેવન કરવાથી જોઈંટના દુખાવો દૂર થાય છે. જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેને થોડુ ગરમ કરી લેપ કરવાથી માથાનો દુ:ખાવો અને માથાનુ ભારે થવુ અને શરદી ઠીક થઈ જાય છે.

➡️ ગઠિયાના દુ:ખાવામાં ગાજર ખૂબ ઉપયોગી છે. તેને ઉકાળી પણ ખાઈ શકાય છે. પણ કાચા ગાજરનો રસ વધુ લાભપ્રદ હોય છે.

➡️ ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી જોઈંટના દુખાવાથી છુટકારો મળે છે. તેમા આમળાનો રસ મળે લેવા પર આ વધુ ગુણકારી થઈ જાય છે.

➡️ કોઈપણ પ્રકારના દુખાવાને લસણના રસનો પ્રભાવથી યૂરિક એસિડ ઓગળીને પ્રવાહી રૂપમાં મૂત્રમાર્ગથી બહાર નીકળી જાય છે. તેથી આ ગઠિયા અને સંઘિવાત વગેરે રોગોમાં ગુણકારી છે. લસણથી પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાના દોષ વગેરેમાં પણ ઔષધિની જેમ કામ કરે છે.

➡️ દૂધ અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરીને લસણ અને વાયવ ડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી માંસપેશીયો મજબૂત થાય છે. લસણ ને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી સંધિવાત અને અન્ય બીમાઅરીઓમાં રાહત મળે છે.

Also read: અશ્વગંધા નો ઉપયોગ કરીને સદા નીરોગી રહો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *