લોકડાઉનમાં શું શું ખબર પડી?
લોકડાઉનમાં શું શું ખબર પડી?
પ્રસંગ વગર
એક થાળી વગાડવાથી
કેટલો આનંદ થાય છે,
તેની ખબર પડી.
લાઈટ બંધ કરીને
દિવા પ્રગટાવીને
પ્રકાશમાં કેટલી તાકાત છે
તે ખબર પડી.
દરેક માણસે દીવો કરતી વખતે
કાયમ શ્લોક બોલવો જોઈએ
તેની ખબર પડી.
24 કલાક ઘરમાં
કેવી રીતે રહેવાય
તેની ખબર પડી..
ભગવાનને કાયમ
હૃદયથી યાદ કરી
નિયમિત પ્રાર્થના કરવી જોઈએ
તેની ખબર પડી.
કોઈપણ પ્રકારની અગવડને
સગવડમાં ફેરવી શકાય છે
તેની ખબર પડી.
સાધુઓ સાધના
કેવી રીતે કરતા હશે..?
તેની ખબર પડી…
પતિને પત્નીના
કામની ખબર પડી…
વગર પૈસે ઘર ચાલે છે
તેની અનુભૂતિ ઘરના બધાને થઈ.
દેશી દવા
કેટલી ગુણકારી છે
તેની ખબર પડી.
બાળકોને પપ્પા મમ્મીના
પ્રેમની ખબર પડી…
(ઘરમાં છે બધા માયાળુ હો….)
ઘણી બધી આવડત અને તાકાત
આપણામાં પડી છે
તેને ખીલવવાની ખબર પડી.
વિભક્ત કુટુંબને
સંયુક્ત કુટુંબ શું છે
તેની ખબર પડી..
વડીલોની ઘરમાં
શું હાલત છે
તેની ખબર પડી..
અને શું જરૂર છે
તેની પણ ખબર પડી.
કંપનીઓને તેના કારીગર ની
કિંમત શું છે ..?
તેની ખબર પડી .
વિદેશમાં વસતા લોકોને
ભારત(વતન) શું છે..?
તેની ખબર પડી.
ભારતના શહેરમાં વસતા લોકોને
ગામડું શું છે..? તેની ખબર પડી.
ગામડાના લોકોને
વાડીની કિંમત શું છે ..?
તેની ખબર પડી..
તડકો ખાવાથી
મહામારી જાય,
તેથી સૂર્ય પ્રકાશની
કિંમતની ખબર પડી.
વગર પરિક્ષાએ
પાસ થઈ જવાય છે,
એવી બાળકોને ખબર પડી.
શાળાના શિક્ષકને
બાળકના કિંમતની ખબર પડી..
લોકડાઉનમાં શું શું ખબર પડી?
રામાયણ અને મહાભારત જેવી
સિરિયલમાંથી ઘણા બધા ગુણો
આપણામાં લાવી શકાય તેમ છે,
તેની ખબર પડી.
ધમધમતા શહેર ને
લોકો શું છે .?
કિંમતની ખબર પડી.
કોઈપણ વસ્તુ વગર
ચાલે છે તેની ખબર પડી.
જે લોકો કહેતા હતા
કે મારી પાસે સમય નથી
તેને સમય શું છે ..?
તેની ખબર પડી.
પ્રકૃતિ શું છે..?
તેની ખબર પડી..
ભગવાને નિર્માણ કરેલી
પ્રકૃતિને હાની પહોંચાડવાથી
શું થાય છે તેની ખબર પડી..
લોકોને પોતાના
સ્વાસ્થ્યની કિંમત શું છે
તેની ખબર પડી..
આમાં કંઈ થાય નહિ …
તેવા બધાને ખબર પડી ગઈ
કે ઉપડી જતા વાર નથી લાગતી.
દેશમાં દરેક લોકોને
સરકારી કર્મચારી શું છે
એની ઉપયોગીતા શું છે
અને એની કામગીરીની શું છે
એની ખબર પડી..
કોઈ પણ પ્રકારના
જંક ફૂડ વગર
સરસ જીવી શકાય છે…
કડવા …ખાટા. ઉકાળા પીવા નો સ્વાદ ખબર પડી.
ઘૂમટો… બુરખા..બુકાના… નું
કેટલું મહત્વ છે તે સમજાયું.
મંદિરોમાં ગયા વગર પણ
ભક્તિ થઈ શકે છે…
તે પણ શીખવા મળ્યું…
અમારે તો મરવાનીય
નવરાશ ન હોય આવું બોલવા વાળા ને
ખબર પડી ગઈ કે
શાંતિ થી પણ જીવી શકાય છે…
અને બે ટાઈમ નો રોટલો ખાઈ
પેટ ભરી શકાય છે……
ઘેર રહીને પણ વેકેશન ના
દિવસો પસાર કરી શકાય છે..
આ બધી વાતની ખબર પડી.
Click here to read more poems.