લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે માનસિકતા બદલો : ૫ ઉપાય

લાંબુ આયુષ્ય માટે

લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે માનસિકતા બદલો : બાયો-ક્લૉક માઈન્ડ-સેટ

મોટાભાગનાં લોકોનો અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના પહોરમાં બસ, ટ્રેન પકડવાની હોય કે અન્ય કામે બહાર જવાનું હોય ત્યારે આપણે સવારના ચાર વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ જતા હોય છે, આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ અને એલાર્મ વાગે તે પહેલાં જ ઉઠી જઈએ છીએ. ઘણી વાર એલાર્મ વાગવાને સમયે જ આંખ લાગી જાય છે. આને Bio-Clock (માઈન્ડ સેટ) કહે છે.

આપણે જ આપણા મનથી આવા એલાર્મ જાણ્યે અજાણ્યે Set કરતાં હોઈએ છીએ.

આપણામાંના ઘણા એવું માનતા હોય છે 80 થી 90 વર્ષના થયા એટલે બહુ જીવ્યા. આપણે એવું માનતા હોય કે આપણું શરીર એક મશીન છે જે 50-60 ની ઉંમરે ખોટકાવા માંડે છે. આવી માન્યતા જ આપણું Bio clock set કરતું હોય છે અને આપણે ખરેખર બીમારીનો શિકાર થતાં હોઈએ છીએ, વૃદ્ધત્વ તરફ અજાણ્યે ધકેલાઈ જઇએ છીએ.

ઘણા લોકો આરામથી 100 વર્ષ જીવતા હોય છે, કારણકે તેમનું Bio-Clock તે પ્રમાણે સેટ થયેલું હોય છે. આપણામાંના ઘણા લોકો પણ 100 વર્ષ કરતાં વધુ જીવતા જ હોય છે.


એટલા માટે આપણે પણ આપણું Bio-clock એવી રીતે set કરીએ કે જેથી કમસે કમ 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવીએ.
આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે, જયારે કેટલાય મિત્રો 50-60 ની ઉંમરમાં ખખડી ગયેલા જોયા છે.

યાદ રાખીએ કે Age is number and Old age is mind set.

ઢળતી ઉંમર નો થાક
લાંબુ આયુષ્ય માટે ઉપાય

લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી વણમાગેલી Tip નીચે મુજબ છે,

માનવું કે ના માનવું એ મરજીની વાત છે.

  1. આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવીએ. મનમાંથી એવા નકારાત્મક વિચારોને તિલાંજલી આપીએ કે લાંબુ જીવન કોને માટે જીવીએ.?
    આપણે દુનિયા ને શા માટે ભારરૂપ થવું જોઈએ. આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે આપણું નિર્માણ લોકોના કામો કરવા માટે જ થયેલું છે. આપણે ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને અમાપ શક્તિનો ધોધ મળે છે.

આવી રીતે વિચારવાથી આપણું Bio-clock એવી રીતે આપો આપ set થશે. એટલે સૌથી પહેલું Important કામ.. Throw out negative thoughts from your mind and try to implant positive thoughts.

  1. Look Young..
    તમારો દેખાવ પહેરવેશ એવો રાખો કે યુવાન લાગો.. એમાં આછકલાઈ ન ગણો, મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો.
    Do Not Allow The Appearance Of Ageing.
  2. હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. ચાલો અને બની શકે તો દોડો.
    Be Active. Idle mind is devil’s workshop.
  3. Keep confidence that your health is improving.
    તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી જશે તેવા આત્મવિશ્વાસ રાખો.
  4. Our Mindset Is The Reason For Everything. Never allow the Bio-clock to set your ending.
    હંમેશા જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો.
  5. તમારી જાતને કદી નીચી ના સમજો. ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તમને કોઈ ફરક નથી પડતો. તમારામાં જ એક મહાન શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન આપે છે.

તો Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા માટે પોઝિટિવ કમાન્ડ જ આપવાના છે, આપણાં કરમથી એ Bio- Clock ની જ (માઈન્ડ સેટ) ની જ બધી અસર તમારા જીવનમાં થશે. અને જિંદગી ની આખી રમત જ માઈન્ડ સેટ (Bio Clock) પર છે..
જો સમજાય તો..હંમેશાં પોઝિટિવ કમાન્ડ જ આપવા.. No – નેગેટિવ કમાન્ડ..

જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *