જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા

દાતણ ના ફાયદા

જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા

ગુજજુમિત્રો, આપણા વડીલો બ્રશ અને ટૂથપેસ્ટ નો ઉપયોગ નહોતા કરતાં પણ દાતણ નો ઉપયોગ કરતાં હતા. એ સમયે દાંત ના સડા ની કે પેઢામાં ઇન્ફેકશન થવાની ફરિયાદો ઓછી થતી હતી. તેનું કારણ હતું કે દાતણ ઘણી ઉપયોગી વનસ્પતિ માંથી બનાવતા હતા. તે વૃક્ષ નો રસ દાંત ના કીટાણુ ને લાંબા સમય સુધી દૂર રાખતા હતા. વળી, તેને ચાવવા થી પેઢા ની કસરત પણ જબરદસ્ત થતી રહેતી જેને કારણે ઓરલ હેલ્થ સારી રહેતી. મોંમાંથી દુર્ગંધ પણ નહોતી આવતી. ચાલો જાણીએ જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા વિશે.

મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે. કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડે. આ તમામ વૃક્ષો ના દાતણ ઉપયોગી છે.

🔴આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ ની સમસ્યા ઘટે છે , વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે કેરી ની સિઝન ચાલુ થઈ જાય.

🔴લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ , આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ , લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે. વળી, લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું

🔴વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

🔴ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે ,

🔴બાવળ ના દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

🔴આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય , તેનું દાતણ નિરાપદ છે.

🔴ગુલર , ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે.આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.

🔴કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી.

દાતણ

દાતણ વાપરવા માટે શું શું ધ્યાનમાં રાખવું?

  • આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજી વનસ્પતિ નું દાતણ લેવું.
  • આ દાતણ 8 આંગળ લાબું ને એક આંગળ જાડુ લેવું અને રસદાર હોય તે લેવું.
  • ચવાય ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું.
  • દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી ચવાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .

આમ બધા દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક હોય છે. તેથી જ કહેવાય છે કે દાતણ ના ફાયદા એટલા બધા છે કે દાંત ના ડૉક્ટર પાસે જવું જ નહીં પડે.

Also read : તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *