રાત છે સપનું છે તું શાને દૂર છે
રાત છે સપનું છે તું શાને દૂર છે,
રાત છે સપનું છે તું શાને દૂર છે,
બેઉ માટે દ્રશ્યનો આ દસ્તૂર છે.
એક માણસ એમનામાં મશુગુલ છે,
ખ્યાલમા એના બીજો જણ ચકચૂર છે.
માપ મારી લાગણીનું ચોક્ક્સ હતું,
એક જણ દરરોજ પ્હેરી મશહૂર છે.
એક માણસને કશું સમજાતુ નથી,
એક માણસ શાયરીથી ભરપૂર છે.
એમને બસ વાત કરવાં મોકો જ જોઇ,
પ્રેમમા આગળ જવા જે મજબૂર છે.
કોઇની ઇચ્છા કુંવારી રખડે છે આજ,
કોઇની ઇચ્છા અહીંયા વિધૂર છે.
એ મને મળવા સમયનો લે આશરો,
એમની ઘડિયાળ પણ એવી ક્રુર છે.
ક્યાક ખારાપાટ જેવી છે લાગણી,
ક્યાક બે કાંઠે જતું ધોડાપૂર છે.
રોશની જેવી મહોતરમાં ચમકે છે,
પ્રેમનું ઝળહળતું એ સધળું નૂર છે.❜❜
- નરેશ કે.ડૉડીયા