ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા કાં પછી બુદ્ધ થા

ધીમેધીમે બુદ્ધ થા

ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા કાં પછી બુદ્ધ થા

❛❛ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.


સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા.


સામનો કર હાલમાં સંજોગનો,
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા.


તું નરોવા કુંજરોવા કર નહીં,
મારી સાથે, કાં પછી વિરુદ્ધ થા.


એ બહુ નુકસાન કરશે જાતને,
તું નજીવા કારણે ના ક્રુદ્ધ થા.


એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે,
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા.

બે ચમચી પલાળેલી ખસખસ ખાવા ના 7 ફાયદા જાણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *