તારી ભીતર સંત છે, તું ખરો શ્રીમંત છે

તારી ભીતર સંત છે

તારી ભીતર સંત છે, તું ખરો શ્રીમંત છે

❛❛તારી ભીતર સંત છે !
તું ખરો શ્રીમંત છે.

એ જ દુઃખ અત્યંત છે,
હરિ! તું મૂર્તિમંત છે.

એટલે જીવું છું હું,
‘દુઃખ હજી જીવંત છે.’

ક્યાંય રોકાતું નથી,
સુખને કેવી ખંત છે ?

આ તરફ જોતાં નથી,
તેઓ શું ભગવંત છે ?

કોઈ પૂછે, તો કહું,
જીવન નર્યું તંત છે.

લો! ઉતારો આરતી,
આપણું દુઃખ મહંત છે.

તો કરોને પારખાં,
પીડા બહુ બળવંત છે.

શ્વાસ પણ લેવાય નહિ,
આ તે કેવો અંત છે !❜❜

– નીલેશ ગોહિલ

બે ચમચી પલાળેલી ખસખસ ખાવા ના 7 ફાયદા જાણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *