બીજું જોઈએ શું …
એક કપ કોફી,
મૂશળધાર વરસાદ અને
એક ગમતો મિત્ર . . .
બીજું જોઈએ શું . . .???
એક લોંગ ડ્રાઈવ ,
એક ગમતો રસ્તો અને
એક ગમતું ગીત . . .
બીજું જોઈએ શું . . .???
કોઈ નિરાંતની સાંજે ,
હાથમાં ગમતી પુસ્તક,
દુનિયાને ભૂલી જઉં..
બીજું જોઈએ શું . . .???
એક મનગમતી સાંજ
આથમતા સૂરજનો સાથ,
મારા દિલનો અવાજ . . .
બીજું જોઈએ શું . . .???
એક ગમતો સાથ ,
એક મનગમતો સ્વાદ
અને એક સ્વાદિષ્ટ પકવાન . . .
બીજું જોઈએ શું . . . ???
વર્ષોથી સાચવેલી શ્રદ્ધા,
એક ગમતી પ્રાર્થના,
અને મંદિરમાં ભગવાન . . .
બીજું જોઈએ શું . . .???
એક ગમતું થિયેટર ,
હાથમાં પોપકોર્ન અને
સામે ગમતો સુપર સ્ટાર . . .
બીજું જોઈએ શું . . . ???
કેટલાક ગમતા લોકો ,
હાથમાં મીઠાઈ અને
હૈયામાં ગમતો તહેવાર . . .
બીજું જોઈએ શું . . . ???