રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી
રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી
👉 સર્વોચ્ચ અદાલત એક અભિલેખ ન્યાયાલય છે. તે ન્યાયિક પુનવલોકનનો અધિકાર ધરાવે છે
👉 બંધારણીય મૂળભૂત હક્કોના ભંગ બદલ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગી શકાય છે.
👉 રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે અને હટાવી પણ શકે છે.
👉 રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે.
👉 બંધારણીય કટોકટી વખતે રાજ્યપાલ રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે.
👉 મુખ્યમંત્રી અને મંત્રીમંડળની નિમણૂક રાજ્યપાલ કરે છે.
👉 રાજ્ય વિધાનસભામાં નાણાકીય ખરડો રજૂ કરવા માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે.
👉 રાજ્ય વિધનમંડલમાં રાજ્યપાલ, વિધાનસભા અને વિધાનપરિષદનો સમાવેશ થાય છે.
👉 રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાની, સ્થગિત રાખવાની, કે વિસર્જન કરવાની સત્તા રાજ્યપાલ પાસે હોય છે.
👉 રાજ્યપાલ ગુનેગારની સજા માફ કરી શકે છે પરંતુ ફાંસીની સજા માફ કરી શકતા નથી.
👉 ગુજરાત અને અન્ય રાજ્યોની વિધાનસભા ની મહત્તમ સભ્ય સંખ્યા ૫૦૦ અને ઓછામાં ઓછી ૬૦ની હોય છે.
👉 અરુણાચલ પ્રદેશ,મિઝોરમ, ગોવાની વિધાનસભાની સંખ્યા ૪૦ છે, સૌથી ઓછી સિક્કિમની ૩૨ અને સૌથી વધુ ૪૦૩ ઉત્તર પ્રદેશની છે.