એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ

હવે જીવન કે મરણનીય ચિંતા નથી

એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ

એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ,
સારું થયું એ વાત ન એના સુધી ગઈ.

તારા મિલનમાં પૂરતું હતું મઝહબી વલણ,
તું ના મળી, દુઆઓ ગઈ, બંદગી ગઈ.

ત્યાંથી ફકત પસાર થવાનું રહી ગયું,
એ ઘર ગયું, એ રાહ ગયો, એ ગલી ગઈ.

બીજી તરફથી કંઇક હજી માંગવાનું છે,
તેથી તો દિલની વાત દુઆમાં નથી ગઈ.

કિસ્સો શરૂ થયો’તો ફક્ત તારા નામથી,
આગળ જતાં એ વાત અમારી બની ગઈ.

‘હા’ જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી,
પણ ‘ના’ની વાત કેમ બધે વિસ્તરી ગઈ?

અમને હવે ન પૂછો હવે અમને યાદ ક્યાં?
ક્યાં ક્યાં અમારી લાગણી કેવી દુઃખી ગઈ!

વર્ષો વિતી ગયાં હો ભલે ઇન્તિઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું ઘડી બે ઘડી ગઈ.

થોડી શરૂમાં આશ જે તારી તરફ હતી,
આગળ જતાં તમામ તમન્ના બની ગઈ.

આશાનો એમાં વાંક નથી, માનજો ‘મરીઝ’,
એ કલ્પના હરી જે નિરાશા બની ગઈ.❜❜

  • મરીઝ

વાયુ ગેસ ની તકલીફ દૂર કરવા નો બેસ્ટ ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *