નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના : પ્રાર્થના

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના : પ્રાર્થના

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બૂઝાયના

સ્વાર્થનું સંગીત ચારે કોરે બાજે,
કોઇ નથી કોઇનું આ દુનિયામાં આજે.
તનનો તંબૂરો જો દે બેસૂરો થાયના
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બૂઝાયના

પાપને પુણ્યના ભેદ રે ભૂલાતા
રે રાગ અને દ્વેષ આજે ઘટઘટ ઘુટતા
જો જે આ જીવત૨માં, ઝેર તો પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બૂઝાયના

શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે,
મનનાં મંદિરે જો જે અંધારૂં થાયના…
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બૂઝાયના

સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *