દીકરીના માબાપ ની સૌથી મોટી દુવિધા : સારો મુરતિયો શોધવો
દીકરીના માબાપ ની સૌથી મોટી દુવિધા : સારો મુરતિયો શોધવો
સેંકડો બાયોડેટા રોજ આવે છે
તેમાંથી રોજ દશ વીસ ફોન આવેછે
તેમાંથી બે ત્રણ બાયોડેટા પસન્દ કરે છે
તેમાંથી બે મુરાતીયાને ઘેર બોલાવે છે
બે ચાર દિવસ વિચારે છે
ત્યાં બીજા અઠવાડિયે ફરીથી બીજા વીસ ફોન આવી ગયા હોય તેમાંથી બાયોડેટા પસન્દ કરે છે
તેમાંથી ફરી બે બાયોડેટા પસંદ કરે છે
અને ફરી બે મુરાતીયાને ઘેર બોલાવે અને આ ક્રિયા ફરી ફરી રિપીટ થયા કરે છે,અને દિકરી ની ઉમર લગભગ 30 વરસ થાય છે,ત્યારે વિચારે છે જોયેલો પેલો મુરતિયો આના કરતાં સારો હતો…
મોડા લગ્ન થવાનાં મોટા કારણો
દિકરીને ભણાવો,ભણે છે તો હજુ ભણાવો,અને હજુ ભણાવો…..અને મુરાતીયાની પસંદગીમાં દિકરીથી પણ વધારે ભણેલ મુરતિયો જોઈએ છે. જોકે દિકરા દિકરી ને ભણાવવા જ જોઈએ
ભણી લીધા પછી સારી જૉબ ગોતવામાં સમય લાગે,
જોબ મળ્યાં પછી વધું સારી જોબ મળવાની ઈચ્છા,
દિકરીની આવકથી વધુ આવક મેળવતાં મુરતિયાની શોધ.
મુરતિયો આ કે તે શહેરમાં જ જોઈએ,
મુરતિયા નું ઘર અમુક ચોક્કસ એરિયામાં જ હોવું જોઈએ
અમદાવાદ ની દિકરીનું નરોડા કે કૃષ્ણ નગર માં નથી કરવું
રાજકોટની દિકરીનું કેવડાવાડી કે દેવપરા માં નથી કરવું
મુંબઈની દિકરીનું આ પરું કે તે પરામાં નથી કરવું
આ નાનું શહેર
આ નાનું ઘર
મુરાતીયાને ઘરનું ઘર જોઈએ મોટું ઘર જોઈએ
નાનો પરિવાર જોઈએ
અમુક ચોક્કસ આવક જોઈએ
મુરતિયો એકલો જ બીજું કોઈ નહિ (માતા-પિતા કે ભાઈ બહેન) કોઈ ઘર માતા-પિતા કે પરિવાર વગરનું ન હોય. કન્યા કે મુરતિયો એકલો જ હોય તેવું ઈચ્છતા હોય તો સૌથી સારી જગ્યા અનાથ આશ્રમ છે.
મુરતિયો દેખાવડો જોઈએ
મુરતિયો ખૂબ સારું કમાતો હોવો જોઈએ
આ મુરતિયા માં આ ખામી કે તે ખામી છે
ગરીબ દિકરીને અમીર મુરતિયો જોઈએ છે
ગરીબ દિકરીને રૂપિયા બંગલા ગાડી વાળો મુરતિયો જોઈ છે. મધ્યમ દિકરીને રૂપિયા બંગલા ગાડી વાળો મુરતિયો જોઈ છે. સાહુકાર દિકરીને એમનાથી વધારે માલ મિલ્કત વાળો મુરતિયો જોઈ છે
આપણે વિચારવું જોઈશે. દરેકના ઘરમાં આપણાં ઘર જેવું જ અથવા આપણાં થી સારું એવું દિકરા-દિકરીના નસીબથી જ મળશે. પાત્ર જોઈને કર્યું હશે તો પણ જીવનમાં જે સંઘર્ષ લખેલો હશે તે આવવાનો જ…. છે.એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં
બસ આમને આમ સમય અને ઉંમર વધતી જ જાય છે. દીકરા-દિકરીના મા-બાપને આ મેસેજ વાંચી લીધા પછી વિચારોમાં ચોક્કસ બદલાવ આવશે એવી માન્યતા છે
ll શુભમ્ ભવતુ ll