જેવો સંગ તેવો રંગ : બસ ૧૦ મિનિટ માટે આ લોકોની સાથે બેસો

જેવો સંગ તેવો રંગ

જેવો સંગ તેવો રંગ : બસ ૧૦ મિનિટ માટે આ લોકોની સાથે બેસો

(1) ગવર્મેન્ટ ઓફિસમાં 10 મિનિટ બેસો. તમને લાગશે કે જીવન ખૂબ જ મુશ્કેલ છે.

(2) દારૂડીયા સાથે 10 મિનિટ બેસો. તમે અનુભવશો કે જીવન ખૂબ જ સરળ છે.

(3) સાધુ,સંતો અને સન્યાસી સાથે 10 મિનિટ બેસો. તમને બધું જ દાનમાં આપી દેવાનું મન થશે.

(4) કોઈ રાજકીય નેતા સાથે 10 મિનિટ બેસો. તમને લાગશે કે તમારાં બધાં જ અભ્યાસો નકામા છે.

(5) લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીનાં એજન્ટ સાથે 10 મિનિટ બેસો. તમને લાગશે કે જીવવા કરતાં મરી જવું વધુ સારૂં છે.

(6) કોઈ વેપારીઓ સાથે 10 મિનિટ બેસો. તમને લાગશે કે તમારી કમાણી ખૂબ ઓછી છે.

(7) દેશનાં કોઈ વૈજ્ઞાનિકો સાથે 10 મિનિટ બેસો. તમે તમારી પોતાની જ અજ્ઞાનતાનું પ્રચંડ અનુભવ થશે.

(8) કોઈ સારાં શિક્ષકો સાથે 10 મિનિટ બેસો. તમને ફરીથી વિદ્યાર્થી બનવાની ઈચ્છા થશે.

soldier
જેવો સંગ તેવો રંગ

(9) દેશનાં કોઈ ખેડૂત અથવા કામદાર સાથે 10 મિનિટ બેસો. તમને લાગશે કે તમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે.

(10) દેશનાં સૈનિક સાથે 10 મિનિટ બેસો. તમને લાગશે કે તમારી પોતાની સેવાઓ અને બલિદાનનું કંઈ જ મહત્વ નથી.

(11) એક સારાં મિત્ર સાથે 10 મિનિટ બેસો. તમને લાગશે કે તમારૂં જીવન સ્વર્ગ છે.

તમારી સાથે તમારી કંપની કેવી છે એનું મહત્વનું છે.

જાપાનની સંસ્કૃતિ થી સુખી જીવન માટે શીખવા જેવા ૭ સૂત્રો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *