દસ બીમારી નું મૂળ કારણ છે નકારાત્મક ભાવનાનો પ્રબળ આવેગ

હવે જીવન કે મરણનીય ચિંતા નથી

દસ બીમારી નું મૂળ કારણ છે નકારાત્મક ભાવનાનો પ્રબળ આવેગ

  • પ્રબળ ઈમોશન્સ બીમારીને આમંત્રણ આપે છે?
  • કઈ લાગણી કઈ બીમારીને જન્મ આપે છે, એ જાણી લઈએ તો, એમાંથી બહાર નીકળવાનો ઉપાય અવશ્ય શોધી શકાય.
  • લૂઈસ હે અને ડો.રિચાર્ડ પી. સોલોન સહિત અનેક સાઈકોલોજિસ્ટ્સ જણાવે છે કે, લાગણીઓ શરીર નાં જુદાં જુદાં અંગો પર અસર કરે છે.
  • લાગણીશીલ વ્યક્તિઓ પોતાનાં મન ની લાગણી મન માં જ દબાવી રાખે છે, ત્યારે એ ભાવનાઓ નકારાત્મકતા માં પરિણમી મનની સાથે તનને પણ માંદું કરી શકે છે.

ફ્રોઝન શોલ્ડર (ખભા નો દુખાવો)

  • તમે નોંધ્યું હશે કે ઘણી બધી સ્ત્રીઓ ઘરની જવાબદારી ખૂબ સરસ રીતે સંભાળે છે.
  • લગભગ એ કોઈ ફરીયાદ નથી કરતી, પરંતુ અચાનક એના શોલ્ડર દુખવા માંડે છે.
  • ન તો એણે કોઈ વજન ઊંચક્યું છે, કે ન તો એને કશું વાગ્યું છે.
  • કોઈ બાહ્ય કારણ વિના થતો દુખાવો મન ની લાગણીને વ્યક્ત કરે છે.
  • જ્યારે વ્યક્તિને લાગે છે કે, મારે જ બધું કરવું પડે છે, મને કોઈ હેલ્પ નથી કરતું કે, મારા કામનું કોઈ મહત્ત્વ નથી, ત્યારે એનાં શોલ્ડર દુખે છે, કારણ કે ખભો એ જવાબદારી ઉઠાવવાની જગ્યા છે.
  • ખભા નાં દુખાવાનો સંબંધ આપણી ક્ષમતાથી વધારે જવાબદારી ઉઠાવવા સાથે છે.
  • જવાબદારી ઉઠાવવાની ક્ષમતાની ચરમસીમા આવી જાય કે, જવાબદારી બોજ લાગવા માંડે ત્યારે, ખભાનો દુખાવો થઈ શકે.
  • દરેક વ્યક્તિએ વધારાની જવાબદારી શેર કરવી જોઈએ.
  • માંગ્યા વિના માં પણ નથી પીરસતી, એમ ઘણી વાર સપોર્ટ પણ માંગ્યા વિના નથી મળતો.
  • ઝઘડા ના ડરે કે, મહાન બનવાના અભરખા માં તમારી ક્ષમતા ને શક્તિ થી વધારે જવાબદારી ન લો.
બીમારી નું મૂળ કારણ
બીમારી નું મૂળ કારણ

લોઅર બેક પેઈન (કમરનો દુખાવો)

  • સાઈકોલોજી મુજબ, લોઅર બેક યાને પીઠ નો સંબંધ પૈસાની અછત સાથે છે.
  • જ્યારે નાણાકીય તંગી સર્જાય, ક્યાંય પૈસા ફ્સાઈ જાય અથવા નવી આવક નાં સ્તોત્ર અચાનક બંધ થઈ જાય, ત્યારે મન ખૂબ જ લાચારી અને અસહાયતા અનુભવે છે, અને પીઠ નાં દર્દ ની સમસ્યા શરૂ થઈ જાય છે.
  • પૈસા ની તંગી થી ચિંતિત બનવાને બદલે, મનને પૈસા કમાવાના નવા રસ્તા શોધવા પાછળ દોડાવો !
  • કોઈની મદદ માંગો.
  • જેવી મનમાં સલામતી ની ભાવના આવશે દર્દ ગાયબ થઈ જશે.

સાયનસ: (માથાનો દુખાવો)

  • અનેક લોકો ખાવાપીવા માં ખૂબ ધ્યાન રાખતા હોવા છતાં, ગમે ત્યારે એમને સાયનસ ની સમસ્યા ઉદ્ભવે છે.
  • સાયનસ પાછળ ની સાઈકોલોજી કંઈક આવી છે.
  • અગર તમે તમારાં પરિવાર નાં લોકોને ખૂબ પ્રેમ કરતા હોવ, ત્યારે સાયનસ ની સમસ્યા જન્મે છે.
  • ઉદાહરણ તરીકે પત્ની ને પતિ માટે પ્રેમ હોય, પરંતુ એમનો ગુસ્સો, લાપરવાહી અને બેદરકારી એને ખૂબ અકળાવતી હોય.
  • આ કારણસર એને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય, પરંતુ એ બોલી ન શકતી હોય, ત્યારે સાયનસ થવાની શક્યતા ખૂબ વધે છે.
  • આ નો ઉપાય એક જ છે કે, જે ન ગમતી બાબત હોય એ શેર કરો અને એને દૂર કરવાનો પ્રયત્ન કરો.
  • જેને પ્રેમ કરો છો એ વ્યક્તિને સમજાવો કે એમની અમુક બાબતો તન, મનને કઈ રીતે અસર કરે છે.

ઓબેસિટી (મેદસ્વિતા)

  • ઓબેસિટી આમ તો લાઈફ્સ્ટાઈલ ડિસીઝ છે, પરંતુ એનાં મૂળિયાં માનવ નાં મન માં છે.
  • જ્યારે વ્યક્તિને એવું લાગે કે, એમને કોઈ પ્રેમ નથી કરતું, પાર્ટનર એને છોડી દેશે, ત્યારે ખુદ ને નુકસાન કરવાની ઈચ્છા જાગે છે, પરંતુ સીધી રીતે વ્યક્તિ ખુદને નુકસાન નથી કરી શકતી, તેથી એ ઉદાસીમાં ખા ખા કરે છે.
  • બેઠાડું જીવન જીવે છે.
  • નવાઈની વાત છે કે, જેવી ઉષ્મા પ્રેમ માં હોય છે, એવી જ ઉષ્મા જાડાપણાં માં હોય છે.
  • જ્યારે તેમને પ્રેમની જરૂર હોય અને બહાર થી પ્રેમ ન મળે ત્યારે, તમારું શરીર જાડાપણાં રૂપે અંદર થી ગરમી પેદા કરે છે.
  • આ સમસ્યાથી બચવા માટે પોતાની જાતને ચાહતા શીખવું પડશે, અને જે લોકો તમને પ્રેમ કરતાં હોય, દિલથી સ્વીકારતા હોય, એવા લોકોની સાથે વધારે સમય પસાર કરવો જોઈએ.
  • ખુદને મનગમતા શોખમાં વ્યસ્ત રાખીને પણ આ ફીલિંગ્ઝ દૂર કરી શકાય.
બીમારી નું મૂળ કારણ
બીમારી નું મૂળ કારણ

એસિડિટી (છાતીની બળતરા)

  • એસિડિટી એ આજની આમ સમસ્યા છે.
  • વ્યક્તિ જ્યારે પોતાનાં ગુસ્સાને દબાવે છે, ઈચ્છા હોવા છતાં બોલી નથી શકતી, ત્યારે એસિડિટી ની સમસ્યા જન્મે છે.
  • જ્યારે ખૂબ ગુસ્સો આવે અને એ બહાર ન નીકળે, તો એ અંદર ને અંદર ઉકળે છે અને એસિડિટી માં બદલાય છે.
  • વાસ્તવમાં એસિડિટી થી બચવા માટે જે વાત પર ગુસ્સો આવે છે, એ વિશે વાત કરો, બની શકે કે સામી વ્યક્તિને ન ગમે અને ઝઘડો થાય, પરંતુ તન, મન બંનેને બગાડવા કરતાં એક વખત મન ની ભડાશ કાઢી નાંખવી યોગ્ય છે.
  • તમે ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ હોવ તો, યોગ અને મેડિટેશન, આત્મનિરીક્ષણ દ્વારા ગુસ્સાને નિયંત્રિત કરો.

માથું દુખવું (માથાનો અસહ્ય દુખાવો)

  • સપ્તાહમાં એકાદ વખત માથું ન ચડતું હોય એવી બહું ઓછી વ્યક્તિ જોવાં મળશે.
  • જ્યારે વ્યક્તિ જરૂર થી વધારે વિચારે છે, દરેક વાતે ખુદ ને ઠપકો આપે છે, અને આખા ગામ ની ફ્કિર લઈ ને વ્યક્તિ જીવે છે, ત્યારે માથા નો દુખાવો ઉત્પન્ન થાય છે.
  • એનાંથી બચવા માટે, ખુદનું સન્માન કરો, અને જે બાબત પર તમારો કંટ્રોલ નથી, એ બાબતે વધારે નહીં વિચારો.

લૂઝ મોશન (ડાયેરિયા – ઝાડા) અને કબજિયાત (પેટની તકલીફ)

  • લૂઝ મોશન (ડાયેરિયા) અને કબજિયાત માં પણ સાઇકોલોજિકલ રિઝન છે.
  • દાખલા તરીકે આપણી સાથે એવી કોઈ ઘટના બને છે, જેને આપણે હજમ નથી કરી શકતાં જેમ કે, નોકરી જતી રહેવી કે અચાનક કોઈ નું મૃત્યુ થવું.
  • આવી સ્થિતિમાં આપણી પાચનક્રિયા ખોરવાય છે અને ઝાડા, અપચો થાય છે.
  • આ દુનિયા માં દરેક બાબત એનાં ક્રમ મુજબ ચાલે છે, અને જે વસ્તુ બની ચૂકી છે, એનાં પર આપણો કંટ્રોલ નથી.
  • તેથી એ દિશામાં વિચારવાનું ટાળી મનને સંયમિત કરો.
  • એ જ રીતે કબજિયાત નો સંબંધ જે ચીજવસ્તુઓ ને આપણે છોડવા નથી ઈચ્છતા એની સાથે છે.
  • એક ની એક વાત મનમાં ઘૂંટાયા કરે છે, આપણે એને છોડવાં નથી ઇચ્છતાં, ત્યારે પેટ પણ શરીર ની ગંદકી છોડવા નથી ઈચ્છતું, અને આ કારણસર કબજિયાત થાય છે.
  • એનાંથી બચવા માટે લેટ ગો કરો, અને ખરાબ વાતો ભૂલતાં શીખો.

ઘૂંટણ નું દર્દ

  • જ્યારે વ્યક્તિ પોતાની જૂની યાદો ને કે, જેમાં સ્વાભિમાન પર ચોટ પહોંચી છે, એને ભુલાવી ન શકે, ત્યારે ઘૂંટણ માં દર્દ થાય છે.
  • એ લગભગ ૪૦ વર્ષ ની આજુબાજુ થાય છે.
  • આવાં લોકો પાસે જિંદગી નાં અનેક કડવાં અનુભવો હોય છે, જેને ભૂલી ન શકવાથી ઘૂંટણનો દુખાવો થાય છે.
  • એનાંથી બચવાનો એક જ ઉપાય છે, ભૂલી ને આગળ વધો.
  • જિંદગી ખૂબસૂરત છે, એને માણવાની કોશિશ કરો.

તેથી ગુજજુમિત્રો, જીવનની ખરાબ ઘટનાઓને નજરઅંદાઝ કરી આગળ વધવાથી ઘણી બધી શારીરિક, માનસિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

દીકરીના માબાપ ની સૌથી મોટી દુવિધા : સારો મુરતિયો શોધવો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *