ઘરે જ બનાવો તમારું સેનિટાઇઝર

Homemade Sanitizer Gujarati

ઘરે જ બનાવો તમારું સેનિટાઇઝર

ગુજ્જુમિત્રો, કોવિડ 19 ની પરિસ્થિતિએ આપણને એક નવી જ જીવનશૈલી સાથે પરિચિત કરી દીધાં છે. આ જીવનશૈલી પ્રમાણે એકબીજાને મળવું એ પ્રેમની અભિવ્યક્તિ નથી, એકબીજાથી દૂર રહેવું એ છે સાચો પ્રેમ. આવી તો અનેકાનેક વાતો છે જે આપણાં માટે નવી છે, સારી છે અને જરૂરી પણ છે. આવી જ એક વસ્તુ છે સેનિટાઇઝર. હા, મિત્રો, આજે કોરોના વાઈરસને હરાવવા માટે સેનિટાઇઝર આપણું બહુ મોટું હથિયાર છે. આ લેખ વાંચીને તમે તમારું સેનિટાઇઝર ઘરે જ બનાવો અને હમેંશાં સુરક્ષિત રહો.

90 રૂપિયાના સેનિટાઇઝર આજે બજારમાં 300 થી 500 રૂપિયામાં વેચાઇ રહ્યા છે અને તે
પણ ખાતરી નથી કે તે અસલી છે કે નકલી! વળી, આજે સેનિટાઇઝરની એટલી બધી માંગ છે કે બજારમાં ઘણીવાર મળતાં પણ નથી.

તો અહીં આ લેખમાં હું તમને એક ભારતીય વિકલ્પ જણાવવા માગું છું. આ ઘરેલુ ઉપાય અજમાવી જુઓ. મને ખાતરી છે કે ખૂબ જ ઓછા રૂપિયામાં બનતું આ સેનિટાઇઝર તમને ગમશે.

Statue of Unity

મિત્રો, સેનિટાઇઝરનો ભારતીય વિકલ્પ ‘ફટકડી’ છે જે સરળતાથી અને નજીવી કિંમતે બજારમાં ઉપલબ્ધ છે. જો તમને કોરોના વાયરસના ફેલાવાને કારણે બજારમાં ના જવું હોય તો અહીં ક્લીક કરો અને ફટકડી ઓનલાઈન મંગાવો.

ફટકડીનું વૈજ્ઞાનિક નામ છે, પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ.

ફટકડીને હૂંફાળા પાણીમાં નાખો અને તમારું સેનિટાઇઝર તૈયાર છે. હા, આ આટલું જ સરળ છે!

જ્યારે આપણે ફટકડીના પાણીથી હાથ ધોઈએ છીએ તો તે આપણાં હાથમાંથી દરેક વાઈરસને પૂરેપૂરી રીતે દૂર કરી દે છે.

જ્યારે ફટકડીના ગરમ પાણીથી આપણે સ્નાન કરીએ છીએ ત્યારે કોઈ પણ વાઈરસ આપણા શરીર પર ટકી શકતો નથી.

જ્યારે ફટકડીને ગરમ પાણીમાં નાખી, કોગળા કરીએ છીએ ત્યારે ગળા અને મોં માંથી વાઈરસનો નાશ થાય છે.

તેથી હંમેશા તમારી સાથે ફટકડીનો ટુકડો રાખો. જ્યારે જરૂર પડે, ત્યારે ખુદને સેનિટાઇઝ કરો.

Fitakadi -homemade sanitizer Gujarati

શું તમે જાણો છો?
શેવિંગ કરતી વખતે દાઢી પર લાગતાં ઘા માટે પણ ફટકડી ઉપયોગી છે. ફટકડીનો ટુકડો ઘસો અને તે લોહીને વહેતું અટકાવશે, તમારી ત્વચાને જલ્દીથી ઠીક કરશે અને ચહેરાની ચમક પણ વધારશે. તમને જાણીને અચંબો થશે કે તેમાં તમારે ત્વચાને કુદરતી રીતે ટાઈટનિંગ કરવાની ક્ષમતા છે. તેથી 50 વર્ષથી મોટી ઉંમરના લોકો એ તેમની ત્વચાને નવ યુવકની જેમાં ચમકદાર બનાવી રાખવા આનો ઉપયોગ કરી જોવો જોઈએ!!

ગુજ્જુમિત્રો, જો તમને બજારમાં મળતા સેનિટાઇઝરનો ઉપયોગ બંધ ના કરવો હોય તો પણ ઠીક છે, હું સલાહ આપીશ કે આનો પ્રયોગ કરીને વધારે કાળજી લઈ જુઓ. કારણકે હવે અનલોક 1.0 શરૂ થયું છે. તમારે ઘરની બહાર નીકળવું પડતું હશે, તો વધારે સાવધાનીમાં જ વધારે સમજદારી છે.

You may also like...

3 Responses

  1. Alka says:

    Sanitizer ma ફટકડી નો ઉપયોગ કેમ થાય છે

    • અલ્કાબેન, ફટકડી બહુ જ અસરકારક એન્ટિસેપ્ટિક છે જે કીટાણુ નો નાશ કરવા માટે વર્ષોથી પ્રચલિત છે. તમે ફટકડી ના પાઉડર ને ગુલાબજળમાં મિક્સ કરીને સુગંધીદાર સેનિટાઈઝર પણ બનાવી શકો છો.

  2. Harsh says:

    Really,really helpful in the time of corona virus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *