લગ્ન, બાળકો મોડાં થાય તો પણ શું?? સરખામણી કરવાની છોડો
લગ્ન, બાળકો મોડાં થાય તો પણ શું?? સરખામણી કરવાની છોડો
ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક એવા વિષય પર વાત કરવા માગું છું જે સામાન્ય રીતે લોકોને પસંદ નથી આવતો. આપણે આપણા જીવનક્રમ ને એક ટાઈમ ટેબલ માં ઢાળી દીધું છે. ૨૫ વર્ષની ઉમરે લગ્ન થવા જોઈએ, ૩૦ વર્ષ ની ઉમરે બાળકો અને પોતાનું ઘર થવું જ જોઈએ. થાય તો બહુ સારી વાત છે, પણ કદાચ ના થાય તો પણ શું? શું બગડી જવાનું છે? શું લૂંટાઈ જવાનું છે? મિત્રો, સુખી રહેવું હોય તો સરખામણી કરવાની આદત છોડી દો .
પહેલાના જમાનામાં દીકરીઓ ને વધારે ભણાવતા નહોતા, આજકાલ દીકરીઓ માબાપ નું નામ રોશન કરે છે, ભણવામાં ઉત્તમ માર્કસ લાવે છે, ખુદ મહેનત કરે છે. તો સામાન્ય વાત છે કે આવી સુશિક્ષિત છોકરી નોકરી પણ કરશે જ. આજકાલ ભણવાનું પૂરું કરતાં કરતાં જ ૨૩- ૨૪ વર્ષ થઈ જાય અથવા તેના કરતાં વધારે થાય, તો એ સમય સુધી લગ્ન કરવા કેવી રીતે શક્ય છે?
વળી, ભણેલા ગણેલા દીકરા કે દીકરીને એવું પાત્ર મળવું જરૂરી છે જે એને સમજે, એના કામ ને, સપનાંને અને પ્રાથમિકતાને માન આપે. હવે સમય પહેલા જેવો નથી રહ્યો કે લગન કરતી વખતે વર અને વધુ ને સ્પષ્ટતા ના હોય કે તેમણે કેવા જીવનસાથી સાથે જીવન વીતાવવું છે. આજની પેઢી બહુ સ્પષ્ટ છે અને તેમના લક્ષ્ય પર કેન્દ્રિત છે. મહેરબાની કરીને તમારી પેઢી સાથે આજ ની પેઢી ની સરખામણી કરવાની આદત છોડી દો .
હું એમ નથી કહેતી કે લગ્ન મોડા કરવા જોઈએ. ના, હું પણ માનું છું કે આપણાં શરીર ની ઘડિયાળ ટીક ટીક કરતી આગળ વધે છે ત્યારે બાળક ને જન્મ આપવાનો શ્રેષ્ઠ સમય વીસ નો દાયકો જ છે. પણ જન્મ, મરણ અને લગ્ન ઉપરવાળો લખે છે. કદાચ લગ્ન વહેલા ન થાય, તો તમારા બાળકો ને સમજો. તેમનો સાથ આપો.
દૂર ના સંબંધીઓ ના પ્રશ્નો અને કટાક્ષ થી કંટાળીને બાળકો પર દબાણ ના મૂકો. બધાં ની વચ્ચે તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં ન મૂકો. ઘર ના એકાંતમાં બાળકો ને પ્રેમથી સમજાવો, એમની જરૂરીયાતો ને સાંભળો, તેમને કેવો જીવનસાથી જોઈએ છે તેના વિષે ચર્ચા કરો, તેમને તમારા અનુભવ જણાવો અને તેમનું માર્ગદર્શન કરો. પરંતુ લોકો વચ્ચે હકથી કહો કે મારી દીકરી કે દીકરો બહુ સમજુ છે અને ભગવાન ની ઈચ્છા થી એના પણ યોગ્ય પાત્ર સાથે લગ્ન થશે.
મિત્રો, ન્યુયોર્ક કેલીફોર્નિયા કરતા ૩ કલાક આગળ છે ( સમય) પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે કેલીફોર્નિયા સ્લો છે.. અને એવુ પણ નથી કે ન્યુ યોર્ક ફાસ્ટ છે. બંને પોતપોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે.
કોઇક હજુ પણ સિંગલ છે તો કોઇક એ મેરેજ કરી લીધા છે.. કોઇક એ લગન પછી ૧૦ વર્ષ સુધી બેબી માટે રાહ જોઇ છે તો કોઇક એ લગનના એક જ વર્ષમાં બેબી થઇ ગયુ છે..
કોઇકએ ૨૨ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને નોકરી મેળવતા ૫ વર્ષ લાગી ગયા તો કોઇક એવા પણ છે જેમને ૨૭ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને તરત જ જોબ સિક્યોર કરી લીધી..
કોઇક ૨૫ વર્ષની ઉમંરે કંપનીના CEO બનીને ૫૦ વર્ષ જીવ્યા અને કોઇક એવા પણ છે જે ૫૦ વર્ષે CEO બન્યા અને ૯૦ વર્ષ સુધી જીવ્યા. દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે… દરેક કામ એના “TIMEZONE” પ્રમાણે થઇ જાય છે..
તમારા સહકર્મીઓ, મિત્રો, રીલેટીવ્ઝમાં ઘણી વાર તમારાથી જીવનમાં આગળ વધી ગયા હોય એમ લાગે છે તો કેટલાક પાછળ રહી ગયા હોય એમ લાગે છે..પણ એવુ નથી, દરેક વ્યક્તિ પોતાની રેસ, પેસ અને “TIMEZONE” પ્રમાણે ચાલે કે દોડે છે.. બધા માટે ભગવાનનો અલગ અલગ પ્લાન હોય છે… તફાવત ખાલી સમયનો છે.. ઓબામા 55 વર્ષે રીટાયર્ડ થાય છે તો એજ પદવીએ ટ્રમ્પ ૭૦ એ સ્ટાર્ટ કરે છે..
બીજા સાથે સરખામણી કરવાનું છોડો અને ખુશ રહો.
તો કોઇને આવી પરિસ્થિતિ માટે ઇર્ષા કે શાપ આપવાની જરુર નથી.. એ લોકો એમના “TIMEZONE”માં છે અને તમે તમારા… મનને મક્કમ રાખો, હિંમત ના હારો, સમય થી વહેલું અને સમય થી મોડું કોઈને મળતું નથી, જે તમારા ભાગ્યમાં છે એ તમને મળીને જ રહેશે.
તમે વહેલા પણ નથી કે મોડા પણ નથી.. તમે એકદમ બરાબર સમય પર ચાલો છો. ચિંતા ના કરો. તમે તમારા timezone માં છો અને બસ ખુશ રહો.
આ પણ વાંચો : મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન