કેટલાક કામો બાકી છે

હાથ પગમાં ખાલી ચડવી

કેટલાક કામો બાકી છે

આ ઊંમર તો આવી પહોંચી
કેટલાક કામો કરવાં બાકી છે,
આ વાળ થયા સૌ ચાંદીનાં
મનને સોનાનું કરવું બાકી છે.

જરા મહેકી લઉં હું પૃથ્વીથી
થોડા તારા ગણવાં બાકી છે,
આ વૃક્ષોને પાણી દઈ દઉં,
પેલા પંખીને ચણ બાકી છે.

સ્ત્રી ના સમ્માન ની વાત

ગીતો મસ્તીનાં ખૂબ ગાયાં
થોડી પ્રાર્થનાઓ હજી બાકી છે,
મારાં સૌને મેં ખૂબ ચાહ્યા,
ખુદ ને ચાહવાનું બાકી છે.

બસ બહુ જાણ્યાં મેં સહુને,
ખુદને ઓળખવું હજુ બાકી છે,
કહે છે ખાલી હાથે જવાનું છે,
બસ હવે ખાલી થવાનું બાકી છે.

વ્યવહારમાં ઘણું રહ્યા હવે
નિશ્ચય તરફ જવાનું બાકી છે……
મારું… મારું… ઘણું કર્યું હવે
તરવાનું બાકી છે

બીજા વિશે ઘણું જાણ્યું હવે
પોતાના આત્મા વિશે જાણવાનું બાકી છે.
પરત્વે તરફથી સ્વ તરફ જવાનું બાકી છે.
આત્માને જ પરમાત્મા માનવાનું બાકી છે.

Also read : કાવ્ય સરિતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *