સુરતી શિયાળા ની રાહ જોઉં છું
સુરતી શિયાળા ની રાહ જોઉં છું
સુરતી શિયાળા ની રાહ જોઉં છું ,
નાશ્તામાં પાઉં મલાઈ જોઉં છું,
આછી આછી ઠંડી માં
ઠંડો નીરાનો ગ્લાસ જોઉં છું,
થાળી વાડકા ટહુકા પાડે છે
ઊંધિયા પાપડી સોડમ લઉં છું,
પોંન્ક તો પેહલી પસંદગી
સાથે વડા ની વાટ જોઉં છું,
લીલોતરી ફેલાય ચારેબાજુ
લીલવાની મિજબાની જોઉં છું,
ખુલી આંખે પકવાન જોઉં છું
ઘેવર શિખંડ ના સ્વપ્નાં જોઉં છું,
વટાણા ની કચોરી ને રતાળુ ની રાહ જોઉં છું.
લીલા લસણ ની ચટણી ને
લીલા નારિયળ ની પેટીસ જોઉં છું,
છેલ્લે ઠંડી છાશ ને મુખવાસ જોઉં છું,
ઓ સુરતી શિયાળા તારી ચાતક ડોળે રાહ જોઉં છું !
🌷 સુરતી શિયાળો ..