બૈરી લાવ્યો છે તો હરખાટો નઈ : એક મજેદાર હાસ્ય કવિતા
ગુજજુમિત્રો, આજે હું તમને એક મજેદાર પારસી કવિતા શેર કરી રહી છું. દૂધમાં સાકર એવા આપણાં પારસી ભાઈઓ ની બોલી પણ સાકર જેવી મીઠી ને મજાની હોય છે. એમાં પણ જ્યારે હાસ્ય કવિતા વાંચીએ તો મજા બમણી થઈ જાય છે. તો ચાલો વાંચીએ એક મજેદાર હાસ્ય કવિતા : બૈરી લાવ્યો છે તો હરખાટો નઈ
બૈરી લાવ્યો છે
તો હરખાટો નઇ,
હવે પરન્યો છે તો પસ્તાટો નઈ.????????
શરુ માં લાગશે
એ રૂપ નો અમ્બાર,
ડાકન જેવી બને તો ગભરાટો નઇ.????????
અણિયારી
આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાટો નઇ.????????
ઝુલ્ફો ને કહે છે ને
ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાટો નઇ.????????
કોયલ કન્ઠી કહી
પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાટો નઈ.????????
નાજૂક નમની
નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલન ના છૂટાં ઘા કરે તો બિટો નઇ.????????
પગ લાગે છે ને
કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાટો મારે તો હેબટાટો નઇ.????????
બે ચાર દા’ડા લગી
લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તુ ચિલ્લાટો નઇ.????????
પરન્યો જ છે
તો ભોગવજે ચુપચાપ,
લડી લડી એની સાથે હાડકાં ટોડટો ને ટોડાવટો નઇ…????????
~ અજ્ઞાત ~
(બધા પરણેલા ને સમર્પિટ)…????????????????????????
Click here to read more poems.