દીકરો મારો દેવનો દીધેલ છે – ડાહ્યા દીકરા પર એક કવિતા!
દીકરો મારો દેવનો દીધેલ છે – ડાહ્યા દીકરા પર એક કવિતા!
બહુ સારું લાગે છે.
નાનપણમાં જેને ચાંદામામા ના નામના કોળિયા ભરાવ્યા,
આજે એ મને “મમ્મી તું ખાઈ જો, સરસ છે” એમ કહે છે,
અને પોતાના કોળિયા માંથી કોળિયો ભરાવે છે….
ત્યારે બહુ સારું લાગે છે
નાનકડી પીઠ પરથી દફતર નો બોજો હું ઉપાડતી,
આજે એ મારા હાથમાંથી વજન ઉપાડી લે છે..
ત્યારે બહુ સારું લાગે છે
જેમના આંગળા પકડીને અક્ષરો સાથે ઓળખાણ કરાવી,
આજે તે નવી ટેકનોલોજી સાથે મારી ઓળખાણ કરાવે છે….
ત્યારે બહુ સારું લાગે છે
જેને હાથ પકડીને રસ્તા ઓળંગાવ્યા,
આજે તે હાથ પકડીને મને રોડ ક્રોસ કરાવે છે,
હાથો ની અદલાબદલી ક્યારે થઈ,
કઈ ખબર જ ન પડી
પણ બહુ સારું લાગે છે
“ચાલતી વખતે ઠેકડા મારતો નહિ” એવું કહેનારી હું…
અને આજે, “મમ્મી ધીરે, ..આગળ ખાડો છે” કહેનારો એ..
આટલો પ્રવાસ ક્યારે થયો ખબર જ ન પડી
પણ બહુ સારું લાગે છે
રિક્ષામાં જતી વખતે એને અંદર તરફ બેસાડનાર હું…
આ જગ્યા ક્યારે બદલાઈ ગઈ , કંઈ ખબર જ ન પડી
પણ બહુ સારું લાગે છે
“ટ્રાય કરી જો ,તને શીખવાડ્યું છે” એવું કહેનારી હું અને આજે
“Easy છે એકવાર શીખશે ને તો તને આવડી જશે” કહેનાર એ…
કેટલું મજ્જાનું છે બધું..
આ બહુ સારું લાગે છે
જેની સાથે બાળગીતો ગાયા,
તે આજે જ્યારે કહે કે “મમ્મી.. સાંભળ્યું કે આ ગીત? ,
બીટ્સ ગમશે તને…”
આ સાંભળીને બહુ સારું લાગે છે
નાનપણમાં એની હઠ કેવી રીતે ખોટી છે એ સમજાવનાર હું,
આજે મારો મત કેવો ખોટો છે, એ મારું મન ન દુખાય એવી રીતે
સમજાવવાનો પ્રયત્ન કરનાર એ…..
કેટલો ગર્વ થાય છે ..
અને બહુ સારું લાગે છે
દિકરો ઘરમાં ન દેખાય તો ચિંતા કરનાર પપ્પા,
અને હજી પપ્પા આવ્યા નથી કહી ચિંતા વ્યક્ત કરનાર એ….
ભૂમિકાઓ ક્યારે બદલાઈ ખબર જ ન પડી …
પણ બહુ સારું લાગે છે
ગળામાં પડનાર નાનકડા હાથ
ક્યારે સાથ દેતા આધાર બન્યા ખબર જ ન પડી..
પણ બહુ સારું લાગે છે
અજાણતા સંસ્કાર અપાયા,
અજાણતા ભૂમિકાઓ બદલાઈ,
અજાણતા એનામાં એક સંવેદનશીલ પુત્ર આકાર લેવા માંડ્યો ..
એ ખબર જ ન પડી ..
ખૂબ ધન્યતા અનુભવાય છે.
અને બહુ સારું લાગે છે.
Also read : દાદા ની વ્હાલી દીકરી