વિચાર કરવા જેવી વાત …

વિચાર કરવા જેવી વાત ...

વિચાર કરવા જેવી વાત …

સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી,
એટલે જ તમે ચતુર કહેવાયા,
એ વાત ભૂલતા નહીં.

❤️

માણસ ઉંમરલાયક તો થાય છે…
પણ…….
ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે….

❤️

સ્મશાનમાં માણસો ને હાજરી પૂરવા નો ઉમળકો છે…..
ક્યાં હતા એ…
જ્યારે તે અંદરથી સળગતો હતો…?

❤️

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે
એટલે એનો આખો થાક ઊતરી જાય સાહેબ…….
પણ જે માણસ ઘરમાં થાકે ને
એનો થાક આખીય દુનિયામાં ક્યાંય ના ઊતરે,
લખી રાખજો.

happy

❤️

લોકો કહે છે કે ખર્ચ કરતાં પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
સાહેબ
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જીંદગી ખર્ચાઇ જાય છે. .

❤️

હ્રદય સુધી એ જ પહોંચતા હોય છે,
જે હ્રદય થી બોલતા હોય છે…

❤️

સંબંધ એ નથી કે
કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે
કોના વિના કેટલી એકલતા અનુભવો છો….

❤️

શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે…??
‘બાદ’ થઇ જવું પડે છે..
‘બાકી’ થી….!!

❤️

હાથમાં પાનાંઓ નથી તો શું થયું…
જુગાર તો લોકોનાં મગજમાં રમાતો હોય છે….

❤️

સમજણ વગરનુ દેવુ નકામુ…
નીતિ વગરનું લેવું નકામુ……
ન સમજે તેને કેવું નકામુ….
કોઈના ઘરે ઝાઝા પડી રેવું નકામું…………

❤️

કામ વગરનું જાવુ નકામું…..
ભૂખ વગરનું ખાવું નકામું…..
નીર વગર નાવું નકામું…..
ગળા વગર ગાવું નકામું…….

Good Morning

❤️

ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી…

❤️

ગજબ છે જીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી.

❤️

વ્યસન છોડી દો ,
તો કસરત જ છે .
કોઈને નડો નહી તો
સમાજ સેવા જ છે .

❤️

પાપ ના કરો તો ,
પુણ્ય જ છે .
જેના લીધા છે એને ,
પાછા આપી દો તો દાન જ છે .

❤️

કેટલું સરળ છે ઈશ્વર ‘ને’ માનવું.
પરંતુ,
કેટલું અઘરું છે ઈશ્વર ‘નું’ માનવું.

❤️

સંબંધના મોતી પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો

❤️

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે…….

❤️

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે…….

❤️

જીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ જીંદગીમાં કરેલા કર્મની વાત છે.

❤️

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે

વિચાર કરવા જેવી વાત ...

❤️
 
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલ્લા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

❤️

આંસુ સુકાયા પછી જે મળવા
આવે…
એ સંબંધ છે… ને…
આંસુ પેહેલા મળવા આવે ….,
એ પ્રેમ છે……

❤️
 
દરેક ઘરનું સરનામું તો હોય …પણ….
ગમતા સરનામે ઘર બની જાય….. એ નસીબ છે!

જો વિચાર કરવા જેવી વાત … તમને પ્રેરણાદાયી લાગે તો આવા જ વધુ પોસ્ટ વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

1 Response

  1. Ila says:

    Very nice????????????
    અભિનંદન ????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *