ફુદીના ના ૭ અમૂલ્ય ફાયદા જાણો

ફુદીના ના ૭ અમૂલ્ય ફાયદા જાણો
1. ફુદીના માં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે. જે શરીર ની માંસપેશીઓ માં થતા દર્દ ને દૂર કરવામાં સહાય કરે છે.
2. ફુદીના ના રસમાં આદુનો રસ અને સિંધા નામક મિક્ષ કરીને પીવાથી પેટનું શૂળ મટે છે.
3. જો કોઇ જગ્યાએ વાગ્યું હોય ત્યારે જો તમે ત્યાં ફુદીનાની પેસ્ટ લગાવો છો તો તે વાગેલી જગ્યા જલદી રૂઝાય છે.
4. ખીલ અને રેસીસ ને કારણે થયેલા ડાઘા દૂર કરવા માટે તમે ફુદીનાનો રસ કાઢી તે ખીલ ના ડાધાની જગ્યાએ લગાવવાથી તે ડાધ દૂર થાય છે.
5. શિયાળા માં જો તમને શરદી ઉધરસની સમસ્યા હોય તો ફુદીનાની ચાય નું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
6. જો કોઇ વ્યક્તિને શરીર પર સોજા ઓછા થતાં ના હોય ત્યારે ફુદીના ના પાન ને વિનેગર મા ઉમેરી પીસી તે લેપ લગાવવાથી સોજા ઓછા થાય છે અને લાંબાગાળે ફાયદા થાય છે.
7. ઋતુ બદલાવને કારણે ઘણી બધી વ્યક્તિઓને તાવ શરદી ઉધરસ ની સમસ્યા થાય છે આ સમયે જો તમે ફુદીનાના પાન ના ઉકાળો બનાવી તેનું સેવન કરો છો તો તાવ, શરદી ઉધરસ માં રાહત રહે છે.
આ પણ વાંચો : આંખની આંજણી નો રામબાણ ઘરેલુ ઈલાજ