શાકભાજી અને ફળો ના ઘરેલુ ઉપચાર દ્વારા હંમેશા નીરોગી રહો

ઘરેલુ ઉપચાર નીરોગી રહો

શાકભાજી અને ફળો ના ઘરેલુ ઉપચાર દ્વારા હંમેશા નીરોગી રહો

🔹કાચા લસણ નો સ્વાદ એટલો સારો નથી પણ શું તમે જાણો છો કે તે આપણાં ફેફસામાં બળતરા, ચેપ અથવા ઘા થવા દેતું નથી.

🔹પત્થરપટ્ટા નું એક પાનાં અને ચાર દાણા ખાંડ પીસીને ખાઈ પેટ 1 કપ પાણી સાથે પીવાથી પથરી ની સમસ્યા દૂર થાય છે.

🔹દ્રાક્ષ એક એવું ફળ છે જે કેન્સર ના કોષોને વધતાં રોકે છે અને હાર્ટ એટેક ના ખતરા ને ઘટાડે છે.

coconut
નાળિયેર પાણી ના ઘરેલુ ઉપચાર થી નીરોગી રહો

🔹નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી શરીરમાં પાણી ઓછું થતું નથી.

🔹નિયમિત ભોજન કર્યા બાદ બે કેળાં ખાવાથી ભોકનું સારી રીતે પાચન થાય છે. પાચનશક્તિ મજબૂત બને છે, શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ મળે છે.

🔹જાંબુના બીજ પીસીને પાણી અથવા દહીં સાથે લેવાથી કેન્સર અને પથરી માં રાહત મળે છે.

🔹નારિયેળ પાણી પીવાથી ત્વચા ચમકદાર બને છે. નારિયેળપાણી ત્વચાને હાઈડ્રેટ પણ કરે છે, જેનાથી ત્વચા જુવાન દેખાય છે. આથી કહેરાની કરચલીઓ ઓછી દેખાય છે.

🔹શેરડીના રસમાં કેલ્શિયમ હોય છે જે આપણાં હાડકાં મજબૂત બનાવે છે.

🔹જમરૂખ ખાવાથી તમારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.

Syzygium cumini
જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ

🔹કાજુનું સેવન કરવાથી તમારા શરીરને ભરપૂર પ્રમાણમાં શક્તિ મળે છે. જો તમે દરરોજ કાજુનું સેવન કરશો તો તમારું શરીર આખો દિવસ ઊર્જાવાન રહેશે.

🔹ચહેરાના ડાઘ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઓકાલી ઠંડુ કરી, આ પાણીથી ચહેરાને ધુઓ. ત્વચા સારી રહેશે અને ડાઘા દૂર થઈ જશે.

🔹આખી રાત 1-2 અંજીર પલાડીને સવારે ખાવાથી વજન ઓછું થશે કારણકે તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે.

🔹કારેલાનું જ્યુસ પીવાથી લોહી સાફ રહે છે અને હૃદય ની બીમારીઓથી બચાવે છે.

padma

🔹ખાલી પેટે ચા ન પીવી જોઈએ કેમકે તેનાથી એસીડીટી થાય છે અને પેટમાં ભારે બળતરા થાય છે.

🔹દાડમની છાલ ચૂસવાથી સૂકી ઉધરસમાં રાહત મળશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *