બાળકોને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર
નાના બાળકો ને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર
– તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે.
– તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.
– ચંદન અને ટંકણખાર પાણીમાં ઘસી ડાઘવાળી સ્કિન ઉપર લગાડવું.
– હરિદ્રા અને કાળા તલ બંને ૬-૬ ગ્રામ લઈ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયા હોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.
– કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું – મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.
– તેલિયા દેવદારને લીંબુના રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે.
– જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઈ ગયેલ હોય તો મન-શીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઈ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણપણે મટે છે, પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.
– આ ઉપરાંત હળદર અને ફટકડી પાણીમાં ઘસી કરોળિયા ઉપર માલિશ કરવાથી પણ કરોળિયા મટે છે.
– મૂળાનો રસ કાઢી કરોળિયા ઉપર લગાડવાથી પણ તે મટે છે. આ સિવાય મૂળાનાં બીજના બીજા પ્રયોગો પણ કરોળિયા ઉપર ખૂબ જ સારું પરિણામ આપે છે, જેમાં મૂળાનાં બી ૧૦૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરવું, તે ૨૦૦ ગ્રામ દિવેલમાં મેળવવું અને તેની શરીર પર માલિશ કરવાથી કરોળિયા અવશ્ય મટી જાય છે.
આ ઉપરાંત આયુર્વેદ ઔષધ પ્રયોગમાં નીચેનાં ઔષધોનો પ્રયોગ કરી શકાય જેમાં ગંધક રસાયન વટી ૧ ગોળી – ૨ વાર દૂધ સાથે લેવી અને બૃહતમંજીષ્ઠાદિ ક્વાથ ૧-૧ ચમચી સવાર-સાંજ જમ્યા પછી પીવો. આગળ જે બાહ્ય માલિશ કરવાના પ્રયોગો બતાવ્યા છે, તેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવો. આટલી સારવારથી કરોળિયા નો રોગ અવશ્ય મટી જાય છે.
Also read : પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ