પત્નીને અર્ધાંગિની કેમ કહેવાય છે : ગુજરાતી હાસ્ય લેખ

ગુજરાતી હાસ્ય લેખ

પત્નીને અર્ધાંગિની કેમ કહેવાય છે : ગુજરાતી હાસ્ય લેખ

ઓન લાઇન ફ્રોડ નો એક નવતર કિસ્સો ધ્યાન થી વાંચો ..ગુજરાતી હાસ્ય લેખ

એક ઓફીસર નિવૃત થયા. સારી એવી રકમ મળી . ૨૫ લાખ જેટલી રકમ બચત ખાતામાં રાખી .
બીજી રકમ ફિક્સ અને અન્ય રોકાણો માં ગોઠવી . બચત ખાતું પત્નિ ના નામે સંયુક્ત હતું તો તેમણે ખાતાની વિગત પણ પત્નિ ને પુરેપુરી જણાવી હતી , એ ટી એમ ના પીન સહિત . એકવાર તેઓ બહાર ગયા હતા . ફોન ઘરે રહી ગયો .


ઘરે આવ્યા તો પત્નિ એ સમાચાર આપ્યા કે બેંકમાંથી ફોન હતો .


“શાના માટે હતો “

પત્નિ “ આપણું ખાતું પ્રિમિયમ ખાતામાં બદલવા માટે , ઓ ટી પી આવશે એમ કહ્યું “

ઓફીસર ના ધબકારા વધવા લાગ્યા . પુછ્યું “ ઓ ટી પી આપ્યો ? “

પત્નિ “ હા, બેંકનો ફોન હતો તો આપવો જ પડેને !”

ઓફીસર ધડામ કરતા સોફામાં પડી ગયા . પચ્ચીસ લાખ ખાતામાં હતા. તુરંત મોબાઇલ લઇ ને એકાઉન્ટ ચેક કરવા લાગ્યા . પણ તેમના આનંદ અને આશ્ચર્ય સાથે રકમ સલામત હતી .

પત્નિ ને પુછ્યું “ઓ ટી પી કયો આપ્યો હતો ? .

પત્નિ એ ભોળા ભાવે કહ્યું

“ ૨૪૦૪ આવ્યો હતો પણ આપણું તે સંયુક્ત ખાતું છે એટલે મે મારા ભાગનો જ ઓ. ટી. પી. , “૧૨૦૨” આપ્યો હતો .

કુછ સમજે ?? પત્નિ ને અર્ધાંગીની કેમ કહે છે ?

આ પણ વાંચો : રાધા રાણી ની વાર્તા : નિધિવન નું એક રહસ્ય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *