પતિ, પત્ની અને ગધેડો
પતિ, પત્ની અને ગધેડો
પતિ ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો અને પત્ની જમવાનું પીરસી રહી હતી,
અને બંને બાળકો મોન્ટુ અને પિંકી રમતા હતા.
પતિ (પત્નીને) : આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક ગધેડો…
એટલામાં પાછળથી મોન્ટુનો અવાજ આવ્યો : જુઓને મમ્મી, પિંકીએ મારી ચોપડી ફાડી નાખી.
પત્ની : વાંધો નહિ દીકરા, હું બીજી લઈ આવીશ.
પતિ : હા, હું કહેતો હતો કે આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક ગધેડો…
ત્યારે પાછળથી પિંકીનો અવાજ આવ્યો : મમ્મી જુઓને, મોન્ટુએ મારી ઢીંગલી તોડી નાખી.
પત્ની (ગુસ્સામાં) : તમે બંને ચૂપ રહો, પહેલા મને આ ગધેડાની વાત સાંભળવા દો.
પતિને ચક્કર આવી ગયા.
😂😂😂