માણસ બહુ જ મોંઘો પડે
નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ જ મોંઘો પડે.
મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ જ મોંઘો પડે.
Read more poems here.