આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ…
ગુજ્જુમિત્રો, કેમ છો? હાલમાં મને એક બહુ જ સુંદર કૃષ્ણ ગીત વાંચવા મળ્યું. આ ગીત ની ખાસ વાત છે તેની આધુનિક વિચારધારા અને પ્રેમ થી તરબોળ એક એક શબ્દ. આ ગીત માં કવિ કલ્પના કરે છે કે તેઓ કૃષ્ણ સાથે ઓનલાઈન ચેટિંગ કરી રહ્યા છે !!! કાશ ભગવાન સાથે સંપર્ક કરવું આટલું સરળ હોત ! મને મારા જીવન માં ઘણીવાર એવું થાય કે જો મારી પાસે ભગવાન નો ફોન નંબર હોત તો તેમની સાથે વાતચીત કરવા માં કેટલી મજા આવત. જ્યારે મેં આ કવિતા વાંચી તો મને મારી નિર્દોષ ઈચ્છા યાદ આવી ગઈ અને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મને આશા છે કે તમને પણ આ કૃષ્ણ ગીત બહુ ગમશે.
આજનું રૂટીન થોડું લેટ કરીએ,
આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ…
તારે છે રોજ રોજ કામનાં ઢગલા
ને મારે છે એ જ મગજમારી,
ઈચ્છા તો થાય કે સામસામે મળીયે
પણ મજબૂરી છે તારી ને મારી…
વોટ્સએપમાં મળવાનું સેટ કરીએ,
આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ…
રાધા ને ગોપીઓ જો સ્માર્ટફોન લે
તો આપણે બનાવીએ એક ગ્રુપ,
‘રાસલીલા’ નામ ઘણું ઓલ્ડફેશન્ડ છે
રાખીએ ‘ડાન્સિંગ ટ્રુપ’…
તું એડમીન બને તો ક્રિએટ કરીએ,
આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ…
મીરાને ગ્રુપમાં તું એડ કાં કરે ?
થાશે નક્કામી બબાલ,
કોની સાથે તું વધુ ક્લોઝ છે
એવા ઉઠશે સવાલ…
ગમતાને મેસેજ પ્રાઈવેટ કરીએ,
આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ …
આજનું રૂટીન થોડું લેટ કરીએ,
આવ કાન્હા ઓનલાઈન ચેટ કરીએ…
ગુજ્જુમિત્રો, જો તમને આ કૃષ્ણ ગીત ગમ્યું હોય તો આ પોસ્ટ ની લીંક તમારા સ્નેહીજનો ને જરૂરથી મોકલાવજો.
આવી જ સુંદર કવિતાઓ અને લેખો વાંચવા માટે નિયમિત પણે ગુજ્જુમિત્રો ની મુલાકાત અવશ્ય કરતાં રહેજો.
Read spiritual posts here.
An interesting poem!