દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને જુઓ

દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને જુઓ

એટલે તો દીકરી સૌને વહાલી હોય છે
જીવમાં એના થકી જાહોજલાલી હોય છે

આયખું અવસર બનીને ટોડલે ઝૂલ્યા કરે
પૂરતી એ સાથિયા ,જ્યાં સ્થાન ખાલી હોય છે

~ હેમંત ગોહિલ

💜

સ્વર્ગની એકેક દેવીની જલકમાં દીકરી
છે સુખડ-ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી

સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે
કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી

~ અશોક ચાવડા બેદિલ

💚

દીકરી મારા ઘરનો દીવો
અજવાળાંની હેલ,
દીકરી હોય ત્યાં રોજ દીવાળી
સુખની રેલમછેલ

મમ્મીનો તું અંશ છે બેટા,
ઓળખ તું પપ્પાની
દીકરી, તું દોલત અમારાં
સહિયારાં સપનાંની

સાથમાં તારા ગૂંથાઇ લીલી
લાગણીઓની વેલ

~ તુષાર શુક્લ

દીકરી મારી લાડકવાયી
દીકરી મારી લાડકવાયી

💓

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સૂએ તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી મારી..

દીકરી તારા વ્હાલનો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માત-પિતાનું ધન્ય થઈ જાય

એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર

દીકરી મારી..

~ મુકેશ માલવણર

💛

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો

જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

~ અનિલ ચાવડા

mother daughter
દીકરી મારી લાડકવાયી

💟

કાશ મારે દીકરી હોત!
જાત ના આટલી બેફીકરી હોત

પરાણે વ્હાલી લાગતી લાડકડી હોત
મારી પીડા ને મારતી મારકણી હોત
કાશ મારે ઢીંગલી હોત

મોજ ને ફક્ત મોજ નકરી હોત
જો મારે ય પરી હોત

~ મિત્તલ ખેતાણી

🧡

લાડકવાયી દીકરીની વિદાય વસમી આવી ગઈ
ચહેરા પર ખુશીની સાથે આંસુ બે ટપકાવી ગઈ

સુના આંગણમાં દીકરીનાં ઝાંઝરનો ઝણકાર ગુંજે છે
પપ્પા , મમ્મી, ભઈલા નો મીઠો સો રણકાર ગુંજે છે

રોમે રોમે દીકરી હૈયાનું , ભીનું હેત વરસાવી ગઈ

….લાડકવાયી દીકરીની….

~ સુધીર દત્તા

Also read : વિટામિન ની ગોળી જેવા નાગરવેલ ના અગણિત ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *