દીકરીના સાસરા અને પિયર વચ્ચેના ફરકની એક નાની ઝલક
ગુજજુમિત્રો, આજે હું તમને દીકરીના સાસરા અને પિયર વચ્ચેના ફરકની એક નાની ઝલક દેખાડવા માગું છું. કહેવું સહેલું છે કે પિયર કરતાં સવાયું સાસરું છે. પણ એવી નાની નાની ઘણી બધી વાતો હોય છે જે એક દીકરી એ જતી કરવી પડી છે. એ કહેવું સહેલું છે કે વહુ એ પતિના ઘર ને જ પોતાનું કરીને રહેવું જોઈએ અને સાસુ સસરાને જ મા-બાપ માનવા જોઈએ, પણ શું તેને પિયર ની જેમ વાત્સલ્યનો છાંયડો મળે છે? જરા વિચારી જુઓ.
કદાચ મા બાપ પોતની વહાલી દિકરી ને તદ્દન અજાણ્યા કુટુંબ માં એ વિચારીને પરણાવી દે છે કે જ્ઞાતિ ના એક છોકરા નું માગું આપણી દિકરી માટે આવ્યુ છે. છોકરો સુંદર છે, ભણેલો છે, બિઝનેસ કરે છે, મોટા કુટુંબ માં રહેલો છે, ને મા બાપ નો એકનો એક દિકરો છે… આની સાથે આપણી દિકરી ના લગ્ન થસે તો એ ઘણું સુખ અને પ્રેમ પામશે…
અને સગાંસંબંધીઓ કહે છે કે “અરે વાહ, બહુ સરસ ઘર ગોત્યું તમે, તમારી દિકરી માટે… સાસરે રાજ કરસે” . મોટુ ઘર, સુંદર સમજુ કમાઉ પતિ, હાઈફાઈ રેહણી-કેહણી, પછી બીજુ શું જોઇએ? આટલું બધું તો સુખ પામશે આવનાર વહુ.
મિત્રો, વહુ બનીને દીકરી શું પામશે એનો હિસાબ તો બધા એ લગાડી દીધો છે, ચાલો આજે એ શું શું ગુમાવશે એની પણ નોંધ કરીએ.
1) માં બાપ ને ઘેર કોઇપણ નવી વસ્તુ આવે ત્યારે હક થી કેહનારી ‘ આ તો હું જ વાપરીશ’ દીકરી ને જ્યારે સાસરે પહલે જ દિવસે સાસુ નવી ચાંદર કાઢીને પોતાના દિકરા ને આપે અને દિકરા ની જુની ચાંદર વહુ ને ઓઢવા આપે ત્યારે તે પોતાનું “વર્ચસ્વ” ગુમાવે છે.
2) કોલેજ ની પિકનિક પર જતી દિકરી, મમ્મી ને પોતાની બેગ ભરવા નું કામ ચીંધી બેફિકર થઈ ટીવી જોતી રહે… એ દિકરી જ્યારે સાસરે બહારગામ જતાં પોતાની સાથે પતિ ની પણ બેગ બહુ ચીવટ રાખી ને ભરતાં શીખી જાય છે ત્યારે તે “નિર્ભરતા” ગુમાવે છે.
3) ‘હું આજે મોડી આવીસ, મારે પિકચર જોવા જવાનું છે’ એમ કહીને સડસડાટ ઘર ની બહાર ચાલી જતી દિકરી જ્યારે પતિ અને સાસુ પાસે 2 દિવસ પિયરે રોકાવાની રજા માંગે ને ત્યારે તે પોતાની ” સ્વતંત્રતા” ગુમાવે છે.
4) મમ્મી જોડે કેટલુંય બાધ્યા પછી પણ એ જ મા ને હાથે વ્હાલ થી ભરપેટ જમતી દિકરી ને જ્યારે સાસરે ઉપવાસ ને જાગરણ પછી કોઇ ચા નાસ્તા નું પૂછનાર ન દેખાય ત્યારે તે “મમતા” ગુમાવે છે.
5) પપ્પા ની એ હોંશિયાર દિકરી ને જ્યારે એના પપ્પા પોતાની બધી જ મુડી, રોકડા, દાગીના, ઘર ના કાગળિયા વિગેરે ની માહિતિ આપતા એમ કહે છે આ બધું તારું જ છે બેટા… એ દિકરી ના સાસુ સસરા જ્યારે બહારગામ જતા કબાટ ની ચાવી સાથે લઈ જાય છે ત્યારે તે ” વિશ્વાસ” ગુમાવે છે.
6) બાપે બેંક ની લોન લઈને ભણાવેલી દિકરી ના ભણતર નો જ્યારે સાસરિયા મજાક બનાવે છે ને ત્યારે તેનું “સ્વાભિમાન” ગુમાવે છે.
7) પપ્પા ના ઘરે હસતી રમતી દિકરી જ્યારે પતિ ના ઘરે ઉદાસ થઈ જાય છે ત્યારે “આજે મુડ સારો રાખજે હં, આજે ઘરે મહેમાનો આવે છે, હસતી રેજે” એવી સલાહ તેનો પતિ આપે છે ત્યારે તે પોતાની લાગણી વ્યક્ત કરવાનો “હક” ગુમાવે છે.
અને આ તો દીકરીના સાસરા અને પિયર વચ્ચેના ફરકની એક નાની ઝલક છે. કોક દિ તમે પણ પોતાને સાસરે મહિનો રોકાઈ જોજો, પછી ખબર પડસે કે “પોતાનાં ને પારકાં અને પારકાં ને પોતાનાં” કરવા કઈ સહેલાં નથી. જોકે એક જમાઈને સાસરા માં મળતું માનપાન, ખાનપાન અને વહુને સાસરા માં મળતું વર્તન બહુ જ અલગ છે. બસ, એક વાત કરો. તમારી વહુ ને કે પત્નીની ભાવનાઓનું સન્માન કરતાં શીખો. તેને પ્રેમ આપો, સાચી સલાહ આપો, પિયર સાથે ના તેના લગાવને સમજો. નવી વહુ ને સમય આપો કે તેના પિયર અને સાસરા વચ્ચે સંતુલન બનાવાનું શીખવા માટે.
Very nice????????????????