નયનને બંધ રાખીને…
નયનને બંધ રાખીને, મેં જયારે પ્રભુને જોયા છે,
પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,
નયનને બંધ રાખીને………..
પરંતુ અર્થ એનો એ નથી, પ્રભુની હાજરી નથી,
પ્રભુના દર્શન તો મને સંતોમાં થયા છે,
પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,
નયન ને બંધ રાખી ને………..
હકીકત જોવો તો સપનું સત્ય હતું મારું,
ગુરુ આવ્યા મારે દ્વારે, તેમાં મેં પ્રભુને જોયા છે,
પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,
નયનને બંધ રાખીને………..
નહીંતર આવું ધડકે નહિ હૃદય મારું,
મારા મન મંદિરમાં પ્રભુને હરપળ મેં જોયા છે,
પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,
નયનને બંધ રાખીને………..
હું સાંભળું છું ઉપદેશ જયારે ગુરુ મુખેથી,
મને લાગે છે પ્રભુ મારી સમ ઊભા છે,
પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,
નયનને બંધ રાખી ને………..