શ્રી અંબાજી માતાની આરતી : બોલો અંબે માતાની જય!

અંબે માતાની જય!

શ્રી અંબાજી માતાની આરતી : બોલો અંબે માતાની જય!

જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ (૨)
અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પડવે પંડિત મા,
જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ (૨)
બ્રહ્મા ગણપતિ ગાયે (ર) હર ગાયે હર મા.
જયો જયો

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા.
જયો જયો

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા (૨)
ચાર ભુજા ચોદિશા (૨) પ્રગટ્યાં દક્ષિણમાં.
જયો જયો

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
પંચતત્ત્વ ત્યાં સોહીએ (ર) પંચે તત્ત્વો મા,
જયો જયો

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર (૨)
નરનારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા.
જયો જયો

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી-ગીતા મા.
જયો જયો

જયો જયો અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા (૨)
સુરનર મુનિવર જન્મ્યા (૨) દેવો દૈત્યો મા.
જયો જયો

અંબા અભય પદ દાયિની રે
બોલો અંબે માતાની જય!

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે (૨)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હરબ્રહ્મા.
જયો જયો

દશમી દશ અવતાર, જય વિજયાદશમી, મા જય (૨)
રામે રામ રમાડ્યા (ર) રાવણ રોળ્યો મા.
જયો જયો

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની (૨)
કામ દુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામા.
જયો જયો

બારશે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી (૨)
બટુક ભૈરવ સોહે, કાળભૈરવ સોહે, તારા છે તુજ મા.
જયો જયો

તેરશે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું (૨)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા.
જયો જયો

ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા, મા ચંડી (૨)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહવાહિની માતા…
જયો જયો

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો (૨)
વશિષ્ઠદેવે વખાણ્યા, માર્કંડદેવે વખાણ્યા, ગાઈશ
જયો જયો

સંવત સોળ સત્તાવન સોળસે બાવીસમા (૨)
સંવત સોળે પ્રગટ્યાં (૨) રેવાને તીરે, ગંગાને તીરે.
જયો જયો

ત્રંબાવટી નગરી, આઈ રૂપાવતી નગરી, મંછાવતી નગરી
સોળ સહસ્ર ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી
જયો જયો

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ (૨)
ભણે ‘શિવાનંદ સ્વામી’ (૨) સુખ સંપત્તિ થાશે,
હરે કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે.
જયો જયો

ભાવ ન જાણું ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (૨)
વલ્લભ ભટ્ટને રાખ્યા ચરણે સુખ દેવા.
જયો જયો

Also read : માણસના જીવનની ચાર પ્રકારની રોટલી : સમજવા જેવી એક વાત

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *