સ્ત્રી ના વખાણ કરીએ એટલા ઓછા : નારી તું નારાયણી

સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે

સ્ત્રી ના વખાણ કરીએ એટલા ઓછા : નારી તું નારાયણી

🔴સ્ત્રી નો ઉપકાર આપણે તો શુ ભગવાન પણ ચુકવી શકતા નથી. સ્ત્રી એટલે બુદ્ધિ થી વિચારો તો સમજ બહાર નુ વ્યક્તિત્વ, અને જો પ્રેમ થી વિચારો તો સરળ અસ્તિત્વ.

🔴લોકો કહે છે કે સ્ત્રી નુ કોઈ જ ઘર નથી હોતું , પણ હકીકત એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી હોતું. સ્ત્રી અને કિસ્મત જયારે સાથ આપે છે ત્યારે જિંદગી બનાવી દે છે.

વિચારું છું

🔴એક સ્ત્રી જયારે બિમાર પડે છે ત્યારે એને એની તબિયત કરતાં એને વધારે ચિંતા એના પરિવાર ના ભોજન ની હોય છે.

🔴કોઈ પણ સ્ત્રી તમારી સાથે પોતે સ્ત્રી હોવાના ભય થી મુક્તિ અનુભવે તો સમજી લો કે તેનો અને તમારો સંબંધ બધા કરતાં વધારે પવિત્ર છે.

🔴સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાની પસંદગી થી નહીં પણ બીજા ની પસંદગી પર પોતાનું જીવન જીવતી હોય છે.

🔴સરળ ભાષા સ્ત્રી એટલે અગરબત્તી. જેમાં આગ પણ છે , ધીરજ પણ છે, સહનશીલતા પણ છે , અને તેનામાં પોતાની જાતને ધીમે-ધીમે બાળી સમગ્ર પરિવાર ને સુગંધિત કરવાની તાકાત છે.

🔴મહિલા અને મીઠું. બન્ને વચ્ચે ગજબની સામ્યતા છે. તેઓની હાજરી ની ભાગ્યે જ નોંધ લેવાય છે. પરંતુ
તેઓની ગેરહાજરી થી સધળુ બેસ્વાદ થઈ જાય છે.

🔴મા એ જન્મ આપ્યો, દાદી એ લાડ લડાવ્યા, ફોઈ એ રૂડું નામ પાડ્યું, બહેને રક્ષા માટે રાખડી બાંધી, કાકી-માસી-મામી એ વાત્સલ્ય આપ્યું, મિત્રો એ નખરાં શિખવાડયા, પત્ની એ જીવન રાહ માં સહવાસ આપ્યો,
દિકરી એ જીવન ને ઉપવન બનાવી ને મહેકાવ્યુ. ખરેખર સ્ત્રી ના વખાણ કરીએ એટલા ઓછા.

Working woman

🔴સ્ત્રી એ ત્યાગ ની પ્રતિમા. જો બહેન છે … તો પ્રેમ નું દર્પણ ..જો પત્ની છે … તો ખુદ નુ સમર્પણ ..જો ભાભી છે … તો ભાવના નો ભંડાર ..જો મામી-માસી છે … તો સ્નેહ નો સત્કાર ..જો કાકી છે … તો કર્તવ્ય ની સાધના ..
અને જો માં છે …..તો સાક્ષાત પરમાત્મા

🔴સ્ત્રી એક એવું પાત્ર છે કે જે કોઈની બહેન છે, દિકરી છે, પત્ની છે, ભાભી છે, મામી છે, માસી છે, ફોઈ છે, કાકી છે,માં છે,દાદી પણ છે ને નાની પણ છે, એક મઝાની સહેલી બનીને જીવે છે. ઈશ્વરે કેટલો વિશ્વાસ મૂક્યો છે. દરેક બાળકની જન્મદાતા. મા છે ……🙏🙏🙏🙏👍

Also read : ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *