સોપારી કેરો કટકો મારો
સોપારી કેરો કટકો મારો, હાથ થી છૂટી ગ્યો,
રાણો રૂંવે બંધ બારણીયે, એનો માવો ખૂટી ગ્યો…. સોપારી કેરો કટકો..
ટકતો નહીં એનો ટાંટિયો ઘરમાં, આજ ઈ થંભી ગ્યો,
જેની તેની પાસે માંગતો ભટકે, કોક તો માવો દયો…. સોપારી કેરો કટકો…
મૂછ મરડીને ખોંખારા ખાતો, ઈ મીંદડી બની ગ્યો,
માવા વિના એનો મૂડ નો જામે, ઈ ગોટો વળી ગ્યો…. સોપારી કેરો કટકો…
ડાચું બગાડી ને ડેલીએ બેઠો, એનો ફ્યુઝ તો ઉડી ગ્યો,
એકલો બેઠો ઓઇળ વલૂરે, કોઈ ચપટી તમાકુ દયો… સોપારી કેરો કટકો…
કોઈએ પૂછ્યું કે કેમ છો, એનો મગજ છટકી ગ્યો,
બાપ હાર્યે ઈ બાઝવા દોડે, એને બેક દાણા કોક દયો… સોપારી કેરો કટકો…
માતા મનાવે પિતા હમજાવે, એનો પીતો છટકી ગ્યો,
ભૂરો ભૂરાયો થઈને ભટકે, ગામ ગોકીરો થ્યો… સોપારી કેરો કટકો…
માંડ માવાનો મેળ પડ્યો ત્યાં, પોલીસ પુગી ગ્યો,
એકસો પાંત્રી એકકોર રઈ ગ્યો, વાંહો કાબરો થ્યો… સોપારી કેરો કટકો…
પત્ની હમજાવે પ્રેમથી એને, વડકે આવી ગ્યો,
જોરથી ઝઇડકી મારી જોરુએ, મિયાંની મીંદડી થ્યો…. સોપારી કેરો કટકો….