જુદા જુદા જીવજંતુઓ ના ડંખ માં રાહત માટે ઘરેલુ ઉપચાર
જુદા જુદા જીવજંતુઓ ના ડંખ માં રાહત માટે ઘરેલુ ઉપચાર
🔹મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
🔹કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
🔹 કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
🔹વીંછી કરડ્યો હોય તો કુદીનાનો રસ પીવાથી કે કુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
🔹 ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
🔹સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
🔹ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.
હું વિનંતી કરું છું કે આ ઇલાજ બને તેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોચાડશો.જેથી વધારેમાં વધારે લોકો ને તેનો લાભ લઇ શકે. વળી, સાપ જેવા ઝેરી જીવજંતુઓ ના ડંખ સમયે બેદરકારી ના રાખવી અને ડોકટર ની સલાહ લેવી.
Also read : ડિયર મોન્સૂન ને એક ગુજરાતી નો પત્ર