ઈશ્વર છે બેસ્ટ ઍન્જિનિયર!
ગુજજુમિત્રો, આ સરળ કવિતામાં એક વાત તો સ્પષ્ટ છે કે ઈશ્વર બેસ્ટ ઍન્જિનિયર છે. ચાલો માણીએ આ નાનકડી કવિતા.
આંખરૂપી કૅમરા ગોઠવ્યા
કાનરૂપી રિસીવર આપ્યા
હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં
હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ
લોહીને બનાવ્યુ ઈંધણ
ને ઍન્જિન જ ટાંકી ઈંધણની
ને પછી લાંબી પાઈપલાઈન
હાડમાંસથી બૉડી બનાવી
કવર ચઢાવ્યુ ચામડીનુ
કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ
હવાની લેવડદેવડ માટે ફેફસા
જે ઇનપુટની લાઈન મૂકી તે જ
આગળ જઈ આઉટપુટની લાઈન
વેદનાને વહાવવા આંસુ બનાવ્યા
અને આ શરીરની બધી જ ક્રિયાઓ માટે
કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા
લાખ લાખ વંદન છે તમને
બધુ તો માણસ શીખી ગયો
પણ લાગણી કેવી રીતે બનાવવી
પ્રેમ કેવી રીતે બનાવવો
આત્મા ક્યાંથી લાવવો
આ વસ્તુઓમાં હજુ ઈશ્વરની
મોનોપોલી છે અને સદા રહેશે
કારણકે ઈશ્વર છે બેસ્ટ ઍન્જિનિયર!
Also visit our spiritual post segment : સત્સંગ
- કાવ્ય સરિતા (215)
- ગુજ્જુની ગરિમા (75)
- જોક્સ (179)
- જ્ઞાનગંગા (120)
- તંદુરસ્તીની ચાવી (290)
- પ્રેરક પ્રસંગ (131)
- સત્સંગ (98)
- સંબંધની સુવાસ (93)
- સુવિચાર (187)