શું જમતાં જમતાં પાણી પીવું જોઈએ?

શું જમતાં જમતાં પાણી પીવું જોઈએ?
ભોજન કરતી વખતે ક્યારે પાણી પીવું અને કેટલું પીવું તે પણ વિચારણીય છે. આયુર્વેદ કહે છે કે જમતાં પહેલા પાણી પીવાથી અગ્નિ મંદ પડે છે અને શરીર નબળું થાય છે.
જમતા વચ્ચે પાણી પીવાથી તો તે અગ્નિ પ્રદીપ્ત કરનારુ હોઈ શ્રેષ્ઠ છે. જમ્યા પછી પાણી પીવાથી શરીર જાડું થાય અને કફ વધે છે. આ દૃષ્ટિએ ભોજનની વચ્ચે જળ પીવું તે શ્રેષ્ઠ ગણાય છે.
ભોજન પછી વધારે પાણી પીવાથી અગ્નિ મંદ પડે છે. આથી એક વિદ્રાને ભાજનને અંતે પાણીને વિષ સમાન ગણેલું છે. માટે ભાજન પછી બે કલાક બાદ પાણી પીવું હિતકારી ગણાય.
સામાન્ય રીતે પાણી ખૂબ પીવાથી અન્ન બરાબર પચતું નથી, તેમ બિલકુલ પાણી ન પીવાથી પણ અન્ન પચતું નથી. માટે માણસે અગ્નિ વધારવા માટે વારં વાર થોડું થોડું પાણી પીવું જોઈએ. પાણી ઉતાવળે ગટગટાવી ન જતાં ઘૂંટડે ઘૂંટડે શાંતિથી પીવું જોઈએ.
Also read : આહાર અને આરોગ્ય : ધ્યાનમાં રાખો આ ૧૩ બાબતો