નાળિયેરનું તેલ : એક સ્વાદિષ્ટ અને અદભૂત ઔષધ

શિયાળામાં ત્વચા

નાળિયેરનું તેલ : એક સ્વાદિષ્ટ અને અદભૂત ઔષધ

ગુજજુમિત્રો, હાલમાં મને ડૉ મનીષ આચાર્ય નો એક સુંદર લેખ વાંચવા મળ્યો જેમાં તેઓ સમજાવે છે કે નાળિયેરનું તેલ બહુ ગુણકારી છે. આપણે ત્યાં વર્ષોથી તેનો ઉપયોગ વાળમાં તેલ નાખવા માટે થાય છે અને દક્ષિણ ભારતના લોકો તો રસોઈ માં પણ તેનો જ ઉપયોગ કરે છે. આજે હું તમને તેના વિવિધ ફાયદા વિષે જણાવવા માગું છું.

નાળિયેર છે કલ્પવૃક્ષ

નાળિયેરનું તેલ અનેકાનેક ઔષધીય ગુણો ધરાવે છે તે વાત આપણે કઈ કેટલીયે સદીઓથી જાણીએ છીએ.. આપણી અનેક પેઢીની સ્ત્રીઓના માથામાં ટનબંધ નારિયેળનું તેલ ઠલવાયુ હશે. નાળિયેરના ઝાડના ઔષધીય સિવાયના પણ એટલા ઉપયોગ છે કે તેને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે.

નાળિયેરનું તેલ ખાદ્ય તેલ છે

તેનું તેલનો દક્ષિણમાં પહેલેથી ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થતો હોવા છતાં આધુનિક વિજ્ઞાનના અને માસ કોમ્યુનિકેશન ના આ યુગમાં તેની જે ફેટ છે તે સેચ્યુરેટેડ ફેટ નથી એટલે તે નુકશાનકારક છે તેવો એક વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો..આ કલંકમાંથી બહાર આવ્યા પછી પણ નાળિયેરી તેલના સમૃધ્ધ ઔષધીય ખજાના બાબતે યોગ્ય નોંધ લેવાઈ નથી.

નાળિયેરનું તેલ ધરાવે છે ઔષધીય ગુણો

માત્ર “સારી” ચરબી જ નહીં, નાળિયેર તેલ એક અનન્ય અને અપવાદરૂપ હીલિંગ એજન્ટ છે.તે અનેક વ્યાધિઓને જડમૂળથી નેસ્તો નાબૂદ કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે..શુધ્ધ નારિયેળ તેલની એક અલૌકિક ઊંડે સુધી ઉતરતી ભીનિભીની ખુશ્બુ હોય છે. નાળિયેર તેલની “સારી” સંતૃપ્ત ચરબીના કેટલાક રોગનિવારક ગુણધર્મો જોઈએ તો;…

Car service

ફેટ-બર્નિંગ

તેની સેચ્યુરેતેડ ફેટ અત્યંત જોખમી એવી midsection fat ના નાશના વેગને ઝડપી બનાવી શકે છે. એક વિસ્તૃત અભ્યાસ દ્વારા એ સ્પષ્ટ થયું છે કે, સ્ત્રી કે પુરુષના પેટની ચરબી ઉતારવા સવાર સાંજ ખાલી પેટે 15 – 15 ml નાળિયેર તેલ પીવામાં આવે તો 1થી 3 મહિનામાં પેટની ચરબીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

માનસિક ક્ષમતા માં વધારો કરે છે

ન્યુરોબાયોલોજી ઓફ એજિંગ નામના જર્નલમાં પ્રસિધ્ધ થયેલા એક વિસ્તૃત અભ્યાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શરીરને ટ્રાયગ્લીસરાઇડ જો ચોક્કસ પ્રકારે મળતું રહે તો અલ્ઝાઇમર અને ભુલકણાપણ એમ બંન્ને સ્થિતિમાં સુધારો થાય છે..નારિયેળ તેલમાં તે વિપુલ માત્રામાં હોય છે. આ સુધારો માત્ર થોડા દિવસમાં જ જોવા મળે છે.

જૂ

વરિયાળીનો રસ માથે લગાવી તેના પર કોપરેલ તેલ લગાવવાથી, નાળિયેર સાથે વરિયાળી ખાવાથી કે વરિયાળી નું તેલ નાળિયેર તેલ સાથે મિક્સ કરી માથે નાખવાથી જૂ રહેતી નથી.

ઘાવ ની સારવાર

નારિયેળનો ઉપયોગ પ્રાચીન કાળથી જ ઘાના ઉપચાર માટે થાય છે. ઇજાગ્રસ્ત ભાગની સારવારમાં નાળિયેર તેલ ત્રણ રીતે કામ કરે છે, એક તો તે ઇજાગ્રસ્ત પેશીઓની પુનર્રચના કરે છે, બીજું, એન્ટી ઓક્સિડન્ટ એન્ઝાયમ એક્ટીવીટી ને વેગ આપે છે અને ત્રીજુ,પુનઃ નિર્માણ પામેલી પેશીઓની સૂર્ય પ્રકાશમાં ઉપચારક તત્વો મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે.

નારિયળ નું તેલ

એનએસએઈડી વૈકલ્પિક

નાળિયેર તેલ દાહ નું શમન કરે છે, પીડા મટાડે છે અને તે તાવ પણ ઉતારે છે.

એન્ટિ-અલ્સર

રસપ્રદ વાત એ છે કે નાળિયેર દૂધ (જેમાં નાળિયેર તેલના ઘટકોનો સમાવેશ થાય છે) તે એન્ટિ-અલ્સર એજન્ટ એવા પરંપરાગત ડ્રગ સુક્રાલફેટ જેટલું જ અસરકારક હોવાનું પુરવાર થયું છે.

એન્ટી ફંગલ

સહુથી જિદ્દી અને ઉપદ્રવી ગણાતી કેંડીડા અલ્બિકંસ સહિત 52 જાતની ફૂગ નાળિયેર તેલ મારી હઠાવે છે.

ટેસ્ટોસ્ટેરોન-બૂસ્ટર

નાળિયેર તેલ ઓક્સિડેટીવ સ્ટ્રેસ દૂર કરી testosterone અનિયમિતતા નો ઈલાજ કરી પ્રોસ્ટેટ વૃધ્ધિ પર નિયંત્રણ લાવે છે.

બ્લડ લિપિડ્સમાં સુધારો

નાળિયેર તેલ એલડીએલ- એચડીએલ રેશીઓ માં સુધારો કરી ધમની માં જામી જતી ન્યુતર્જન નામની ચરબી ને દૂર કરે છે. ટામેટા જેવા શાકમાંથી મળતા કેરોટિનોઇડ દ્રાવ્ય ચરબી – પોષક તત્વોના શરીરમાં શોષણ માટે અન્ય કોઈ પણ પીળા રંગના ખાદ્ય તેલ કરતા નાળિયેર તેલ વધુ કાર્યક્ષમ છે

સ્વસ્થ હાડકા અને નાળિયેર તેલ

નાળિયેર તેલ હાડકાની અંદર ઓકસાઈડેતિવ સ્ટ્રેસ ઘટાડે છે અને તે રીતે ઓસ્તીઓપોરાઇસિસ જેવી સ્થિતિનું જોખમ ઘટે છે. આ સનસ્ક્રીન પણ છે. નાળિયેર તેલ યુવી કિરણોના મારા ને 30% થી વધારે પ્રમાણમાં ઘટાડી નાખે છે.

નારિયળ નું તેલ અને હાડકા

જંતુનો નાશ કરે છે

આશ્ચર્યજનક રીતે, નાળિયેર તેલ જંતુઓ દૂર કરવામાં DEET કરતાં વધુ અસરકારક હોવાનું જણાયું છે. નાળિયેર તેલ જીવજંતુઓને દૂર કરવા માટે ઝેરી ડીઈઈટીને મહાત કરે છે. જોકે નાળિયેર તેલ નું કાર્યક્ષેત્ર તેના કરતાં ઘણું વિસ્તૃત છે.

Also read: કોરાના વાયરસથી બચવાના ૪ રામબાણ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *