વેકેશન માં પિયર ગયેલી પત્ની નો ધમકીભર્યો પત્ર!!

ભાભી નું કામ

કેશન માં પિયર ગયેલી પત્ની નો ધમકીભર્યો પત્ર!!

પતિદેવ ઓફીસેથી ધરે પાછા ફર્યા તો….. ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો જેમાં વેકેશન માં પિયર જતી પત્નિએ લખેલી સુચનાઓ.

સુચનાઓ હતી…કે

હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાઓ સાથે જાઉં છું, આ નિચે લખેલી સુચનાઓ માત્ર સુચનઓ જ નહી વોર્નિંગ પણ સમજવી.

૧-મારી ગેરહાજરીમાં મિત્રોને ધરે ભેગા કરવા નહીં..ગયે વખતે બે ખાલી બોટલો માળિયામાંથી મળી હતી અને સોફા નિચેથી ચાર લાર્જ સાઇઝ પીઝાનું બીલ મારા હાથમાં આવ્યું હતું…

૨- બાથરૂમમાં ગયા બખતની જેમ શોપ કેઇસમાં મોબાઇલ ભુલી ના જતાં. કોઇને બાથરૂમમાં મોબાઇલ ની શું જરૂર પડે તેજ સમજાતું નથી.?

૩-તમારા ચશ્મા બોક્સમાં સાચવીને રાખજો. ગયા વખતે તે ફ્રીઝમાંથી મળ્યા હતા.

૪- કામવાળીને પગાર આપી દીધો છે…તમારે વધારે અમીરી બતાવવાની જરૂરત નથી.

૫- સવાર સવારમાં પડોશી ને એમ કહીને ખલેલ પહોંચાડતા નહીં “અમારે આજે છાપુ નથી આવ્યું તમારે આવ્યુ “ ?
આપણો અને તેમનો છાપા વાળો જુદા છે.
અને હા, આપણો ધોબી અને દુધવાળો પણ જુદા જ છે.

૬- તમારા નિકર અને ગંજી કબાટની ડાબી બાજુએ છે.. જમણી બાજુએ છોકરાઓના છે… ગઈ વખતની જેમ કહેતા નહી કે કામ કરતી વખતે હું અનકમ્ફર્ટ અનુભવતો હતો…

૭- તમારા બધાજ મેડીકલ રીપોર્ટ આપણે ગયા અઠવાડીયે કરાવી લીધા છે અને બધાજ નોર્મલ છે…. એટલે વારે વારે તબિયતને બહાને ઓલી લેડી ડોકટર પાસે દોડ્યા ના જતાં.

૮- મારી બહેન અને ભાભી નો જન્મદિવસ ગયા મહીને આપણે ઉજવી લીધો છે એટલે તે બહાને ગમે ત્યારે તેમના ધરે જઈને ડીસ્ટર્બ કરતાં નહીં.

૯- મેં દસ દિવસ માટે વાઇ-ફાઇ બંધ કરી દીધું છે એટલે નિરાંતે ઊંઘજો…

૧૦- મારા પિયર જવાથી મનમાં ને મનમાં ખુશ થઈને રાજી થવાની જરૂરત નથી કેમ કે આપણા પડોસીઓ મીસીસ જોશી, મીસીસ વ્યાસ, મીસીસ પટેલ, મીસીસ ત્રીવેદી, મીસીસ કુલકર્ણી, મીસીસ પટવારી અને મીસીસ ચેટરજી બધાજ આ સમય દરમ્યાન બહારગામ જ છે.

૧૧- અને હા, ઓલી પાડોસી ચુડેલ પ્રીયા ને ત્યા ખાંડ , કોફી કે દુધ નાં બહાને વારે વારે જતાં નહી.. મે બધોજ સ્ટોક રસોડામાં પહેલેથીજ ભરી લીધો છે.

૧૨-અને છેલ્લે, જરાપણ વધારે પડતી હોશિયારી કરવાની કોશીશ કરતાં નહીં… હું ગમે ત્યારે તમને જાણ કર્યા સિવાય પાછી આવી શકુ છું.

Also read : સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *