તારા માં કંઈક તો જાદુ છે જ!!
તારા માં કંઈક તો જાદુ છે જ!!
તારા માં કંઈક તો જાદુ છે જ,
આમ સતત મારા વિચારોમાં તારું સામેલ થવું,
કાઈ એમ જ તો નહી હોય!
તારા માં કઈંક તો નશો છે જ,
આમ તારી મને આદત પડી જવી ,
કાઈ એમ જ તો નહીં હોય!
તારા માં કંઈક તો ખાસિયત છે જ,
આમ તારા લીધે મારુ બદલાઈ જવું,
કાઈ એમ ન તો નહીં હોય!
તારા માં કંઈક તો આકર્ષીતબળ છે જ,
આમ તારી સાથે મને જકડી રાખવું,
કાઈ એમ ન તો નહીં હોય!
વિધાતા એ પણ કંઈક લેખ તો લખ્યા જ હશે,
આમ અચાનક આપણુ મળી જવું,
કાઈ એમ જ તો નહીં હોય!
~ હીર ઠુંમર
Also read : મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન