‘ળ’ ન હોત તો?!!

ગુજરાતી કવિતા

મારા વ્હાલા ગુજ્જુમિત્રો, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તેની અનેક વિશેષતાઓ છે. આ મીઠી ભાષાનો એક અક્ષર છે જે અનોખો છે અને તે છે ‘ળ’. પણ જરા વિચારો કે ‘ળ’ ન હોત તો?!!

‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.
ને સઘળું સળવળતું ન હોત:
‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત ;
‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,
ને મેળે મેળાવડો ન હોત,
ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;
‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત ;
‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;
ને જળ ખળખળ ન હોત.

– અજ્ઞાત

ગુજરાતી ભાષાના વિશિષ્ટ અક્ષરના માનમાં, આ પોસ્ટની લીંકને શેર કરો.

You may also like...

1 Response

  1. Anonymous says:

    કવિ નું નામ લખો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *