કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય
કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય
ગુજજુમિત્રો, આવો આજે હું તમને પાંચ નાનકડા અને અસરકારક ઉપાય બતાવું જેનાથી તમે કાનમાં બહેરાશ નો નિકાલ કરી શકો છો.
પ્રથમ ઉપાય
દશમૂલ, અખરોટ કે કડવી બદામના તેલના ટીપા કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય છે. Also read : નકારાત્મક વિચારો બદલવા શું કરવું જોઈએ? – ૧૦ પ્રેકટિકલ ટીપ્સ
બીજો ઉપાય
તાજા ગૌમૂત્રમાં એક ચપટી મીઠું ભેળવીને કાનમાં દરરોજ નાખવાથી આઠ દિવસમાં બહેરાશમાં ફાયદો થાય છે.
ત્રીજો ઉપાય
આંકડા ના પાકેલા પીળા પાનને સાફ કરીને તેના પર સરસવનું તેલ લગાવી, ગરમ કરી, તેનો રસ કાઢી દરરોજ સવાર-સાંજ કાનમાં બે-ત્રણ ટીપાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય છે.
ચોથો ઉપાય
કારેલાના દાણા અને કાળા જીરું સમાન માત્રામાં ભેળવીને પાણીમાં પીસી તેના રસના બે-ત્રણ ટીપાં દિવસમાં બે વાર કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય છે.
પાંચમો ઉપાય
જો સાંભળવાનું ઓછું થતું હોય તો દિવસમાં ત્રણ વખત પંચગુણ તેલના 3-3 ટીપા કાનમાં નાખો. દવામાં સારીવાદી વટી 2 ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. કબજિયાત ન થાય એનું પણ ધ્યાન રાખો. ભોજનમાં દહીં, કેળા, ફળો અને મીઠાઈઓ ન લેવી.
Also read : સાસુ વહુ નો પ્રેમ મા-દીકરી જેવો પણ હોઈ શકે?: નવલિકા