અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી

બીમારી નું મૂળ કારણ

❛❛એમને પામવાની ક્યારે કોઇ હસરત નથી કરી;
અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી;

મેં જો કર્યો પ્રેમ એમને તો એય પણ કરે મને,
એવી પરવરદિગારને કોઇ ઇબાદત નથી કરી;

હા, જોયો છે કાયમ પ્રેમ મેં એમની આંખોમાં,
છતાં એકરાર કરવાની મેં હિંમાયત નથી કરી;

લખું શાયરી, લખું ગઝલ કે લખું કોઇ કવિતા,
વાત અલગ છે એના નામની દસ્તખત નથી કરી;

તારા સુધી પહોંચી શકાય તોય બસ છે ઈશ્વર,
બાકી જગતથી “વ્યોમ”એ શિકાયત નથી કરી;❜❜

~ વિનોદ.મો.સોલંકી ‘વ્યોમ’

આ પણ વાંચો : સહજો બાઈની સતગુરુ ભક્તિ નો પ્રેરક પ્રસંગ : એક સંત ની કથા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *