આપણે મોટા થઈ ગયા!
આપણે મોટા થઈ ગયા!
“૧ રૂપિયાની ૬ પાણીપુરી”
અને
“૧૦ રૂપિયાની ૬ પાણીપુરી”
એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઈ ગયા!
“મેદાન પર આવી જા”
અને
“ઓનલાઈન આવી જા” એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“હોટલમાં ખાવા ઝંખવું”
અને
“ઘરનું ખાવા ઝંખવું” એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“બહેનની પારલે ચોકલેટ ચોરવી”
અને
“બહેન માટે કેડબરી સિલ્ક લાવવી” એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે”
અને
“snooze બટન દબાવવું” એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“તૂટેલી પેન્સિલ”
અને
“તૂટેલા મન” એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“હું મોટો થવા માંગુ છું”
અને
“હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ
બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“ચાલો મળીને પ્લાન કરીએ”
અને
“ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
કોઈનું પેટ વધી ગયું તો
કોઈના વાળ ખરી ગયા.
ઉંમર સાથે વધતા વર્ષો…
આપણી સાથે કળા કરી ગયા..
દરેકના શું સપના હતા
ને દરેક શું બની ગયા….
પરિસ્થિતિ પ્રમાણે બધા
પોત-પોતાના રસ્તે પડી ગયા..!
સ્કૂલના એ સોનેરી દિવસો
બહુ ઝડપથી સરી ગયા..,
યાદ બનીને મનના ખૂણે એ
ડીપફ્રીજ થઈને ઠરી ગયા….
Don’t forget to read : ફક્ત એક જ ટકો કાફી છે મહોબતમાં : મરીઝ ની મર્મસ્પર્શી કવિતા