સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું

તમારી કેરિયર માટે પારિવારિક જીવન ના સુખની ઉપેક્ષા ના કરો

સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું

સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું.
સ્પંદન ટાંકી શબ્દ ગગનને અમથું અમથું પકડી લીધું.

આવ્યો સંદેશો મધમીઠો શબ્દે શબ્દે સ્નેહ ટપકતો,
વાસ્તવમાં એ સ્વપ્ન હતું પણ અમથું અમથું હરખી લીધું.

નિરસ જીવન થાક ફરજનો ઉતરી ઉદાસી અંતરમાં,
આપી પ્રેમ જરી એ જનમાં અમથું અમથું ધબકી લીધું.

એકલતાને આશિષ માની દર્દ ખુશી ગઝલે આલેખ્યા,
શબ્દ બની એની કલમેથી અમથું અમથું ટપકી લીધું.

પાયલ એમ જ નામ ન મારું ઘૂઘરી રણકા રૂંવે રૂંવે,
ઢોલ નગારા નાદ થયો ત્યાં અમથું અમથું થરકી લીધું❜❜

~પાયલ ઉનડકટ

Also read : જો ઘડપણ માં પૂત કપૂત થાય તો માવતર કયાં જાય? – સંબંધ ના સમીકરણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *