અમેરિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગનથી શીખો : પાછલી જિંદગીમાં ખુશ રહો

રોનાલ્ડ રીગન

અમેરિકાના પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગનથી શીખો : પાછલી જિંદગીમાં ખુશ રહો

વર્ષ 2002માં કેલિફોર્નિયાની સડકના એક કિનારે ઉભા રહીને એક વૃદ્ધ લઘુશંકા કરી રહ્યા હતા. જેમને પકડીને સાથે લઈને પોલીસ તેમના ઘરે મુકવા ગઈ. તેમના પત્નીને સોંપીને પોલીસે કહ્યું કે “આમનું વ્યવસ્થિત ધ્યાન રાખો. વારે વારે આ રીતે ઘરની બહાર નીકળી જાય છે..”


તે વૃદ્ધની પત્નીએ પોલીસ અધિકારીઓને દિલગીરી વ્યક્ત કરી. તે વૃદ્ધને ઘરમાં લઇ ગઈ અને સમજાવ્યા કે – “આપ જાહેરમાં આવી હરકત ન કરો.. આપને ન શોભે.. આપ એક ખ્યાતનામ અદાકાર રહી ચુક્યા છો અને આ મહાન દેશના આપ પ્રમુખ હતા..” તે વૃદ્ધને પત્નીની વાત સાંભળ્યા પછી પણ કોઈ ફરક ન પડ્યો.

તે વૃદ્ધ હતા રોનાલ્ડ રેગન. હોલીવુડના એક શાનદાર અભિનેતા કે જેમની પાછળ દુનિયા પાગલ હતી.

તેમની એક ઝલક જોવા માટે પણ લોકો કલાકો સુધી રાહ જોઈને ઉભા રહેતા. તેમની લોકપ્રિયતાને લઈને જ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. 20 જાન્યુઆરી 1981ના રોજ એક અભિનેતા અમેરિકાનો 40મો પ્રમુખ બન્યો.

આ માણસની લોકપ્રિયતા જબરજસ્ત હતી સાથે કેટલાકને તેમના પ્રત્યે ભારોભાર ઈર્ષા પણ હતી. તેને પરિણામે પ્રમુખ બન્યાના અઢી માસના સમયમાં જ રેગન ઉપર જીવલેણ હુમલો થયો. ખુબ નજીકથી તેમની ઉપર ગોળીઓ વરસાવવામાં આવી. તે ઘાયલ થયા.. આખું અમેરિકા અને વિશ્વ સ્તબ્ધ હતું. પણ રેગન મોતને હંફાવીને પાછા ફર્યા. તેમની લોકપ્રિયતા બમણી થઇ ગઈ. 1981થી 1989 સુધી બે ટર્મ અમેરિકાના પ્રમુખ રહ્યા. રેગન નિવૃત થયા..!!!

ronald reagan

વર્ષોથી ચાહકોની જે ભીડ તેમની આસપાસ હતી..જે..આપોઆપ..ગાયબ.. થઈ..ગઈ… જેમની એક ઝલક જોવા લોકો કલાકો ઉભા રહેતા હતા તે ભીડ હવે ક્યાંય નહતી.જેમના ઘરે ટ્રક ભરીને તો રોજ પત્રો આવતા હતા તે હવે ધીમે ધીમે બંધ થવા..લાગ્યા…

વર્ષોથી લાઈમલાઈટમાં રહેવા ટેવાયેલો માણસ ધીરે ધીરે ગુમનામી તરફ જવા લાગ્યો.. પરિણામ સ્વરૂપ…

આખરે..તેઓ..ડિપ્રેશનનો..શિકાર બને છે અને જીવનનાં.. અંતિમ દસ વર્ષ અલ્ઝાઈમર નામનાં રોગને કારણે..
“પોતે કોણ છે”…તે ભૂલી જતો..કોઈક વાર તો ઘરેથી ચાલતો નીકળી જાય કલાકો સુધી ક્યાંક બેસી રહે..

કોઈ સાથે વાત ન કરી.. શકે..કારણકે..ખુદની તો ઓળખ જ નહોતી.. માટે..તેમને શોધીને ઘરે લાવવા પડે..તેવી સ્થિતિમાં દસ વર્ષ.. રોનાલ્ડ રેગન જીવ્યા બાદ વર્ષ 2004માં અંતિમ શ્વાસ લીધા..

સત્ય ન સ્વીકારી શકનારા..કે.. પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળી ન શકનાર રેગન જેવા.. આપણા દેશમાં પણ ઘણા જોવા મળે છે..

sad man
અમેરિકા ના પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગન થી શીખો : પાછલી જિંદગીમાં પણ ખુશ રહો

રાજકારણ, ફિલ્મ લાઈન, સ્પોર્ટ્સ ઉપરાંત જાહેર સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ..IAS..IPS..પણ.. આ વ્યથા ભોગવતા જોવા મળે છે… કોમન મેનની વાત કરીયે તો વય નિવૃત્તિના અગાઉના કેટલાક મહિના દરમ્યાન દરેક કર્મચારી આ બાબતે સતત વિચારતો જ રહેતો હોય છે..તે આપણે જોઈએ છીએ..

નિવૃત્તિ પછી સામાજિક તથા પારિવારિક કદ ઘટશે… વર્ચસ્વ ઘટશે..સંપર્કો ઘટશે.. માટે..મિત્રો..પરિસ્થિતિ.. સ્વીકારી..અને… સમય મુજબ પોતાને ઢાળવામાં હરકોઈ સફળ નથી થતું અથવા તો હરકોઈ નિષ્ફળ પણ નથી જતું… માટે… સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો..”માણો ઝિંદગી”..

Also read : સંયુક્ત કુટુંબ ના વડીલો વચ્ચે થઈ નિખાલસ વાત જે તમને પણ ગમી જશે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *