સંયુક્ત કુટુંબ ના વડીલો વચ્ચે થઈ નિખાલસ વાત જે તમને પણ ગમી જશે
સંયુક્ત કુટુંબ ના વડીલો વચ્ચે થઈ નિખાલસ વાત જે તમને પણ ગમી જશે
રવિવારની એક સાંજે પત્ની તેના પતિ અને ઘરના વડીલની સામે એક વાત મુકે છે :
“તમને થશે હું આખો દિવસ દીકરા- વહુની ભૂલ જ કાઢ્યાં રાખું છું પરંતુ તમે જ કહો આવી રીતે વાંરવાર બહાર નીકળી પડાઈ ખરું? ઘરની જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહિં? દર શનિવારે રવિવારે સાંજ થાય કે બહાર ભટકવા નીકળી પડવાનું! હવે તમે કંઈ કહો”
સામાન્ય રીતે આવી પરિસ્થિતિ માં ઘરના વડીલની સૂડી વચ્ચે સોપારી થઈ જતી હોય છે આવા સમયે નહિ તો પત્નીનો પક્ષ લેવાઈ જો લેવાય તો સાસુ વહુ વચ્ચેનો સંઘર્ષ વધે અને જો વહુ ની તરફદારી કરીએ તો પત્નીને ખરાબ લાગે અને વાત ઉંઘે પાટે ચાલી જાય. જેથી થોડું વિચારીને વડીલ બોલ્યા :
“અરે સાંભળ આપણે ઘણાં ટાઇમથી બહાર ગયા નથી ચાલો આ વેકેશનમાં કશે જઈ આવ્યે, તું ઘણા સમયથી કહેતી હતી ને મારે કાશ્મીર જવું છે તો ચાલ ત્યાં જઈ આવ્યે. તારું માઈન્ડ ફ્રેશ થશે અને આપણને એકબીજા માટે સમય પણ મળશે.”
એટલાંમાં પત્ની તરત બોલી ઉઠ્યા, “ક્યાં કાશ્મીર જવાની વાત કરો છો અહીંયા જમીન પર તો માંડ બેસી શકું છું ત્યાં બરફમાં ક્યાં ચાલવા જઈશ. આ ઉંમર માં હાડકા તૂટશે તો કોઈ બાપ સેવા કરવા આવવાનું નથી. પણ તેના બદલે બે શબ્દો સાંભળવા પડશે. કે શું આ ઉંમરે ફરવાના રહી ગયા હતા જવા દો અહીંયા જ કાશ્મીર અને અહીંયા જ કન્યાકુમારી હવે મુકો વાત”
સમય અને તક ને ઝડપી ને તરત વડીલે પત્નીને કહ્યું, “મારી ભાગ્યલક્ષ્મી, આપણે લગ્ન થયા ત્યારથી કોઈને કોઈ જવાબદારી નીચે આવતાં જ ગયા છે. પહેલાં ઘર પછી બાળકોને મોટા કરવાં, તેમને ભણાવવા, તેમના લગ્ન અને તેમના છોકરાં ઓને રાખવા, સમાજના વ્યવહાર જેવી અનેક જવાબદારી માંથી પરવાર્યા નથી. એક સાધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ માં આપણે કેમ જીવ્યાં છે તે તો આપણે બે જ જાણીએ છીએ બરોબર ને?”
પત્ની આખમાં આસું સાથે વાતમાં હુંકારો ભરાવે છે.
વડીલ આગળ કહે છે, “ત્યારે આપણિ પાસે પૈસા હતા નહિ અને તેવી પરિસ્થિતિ પણ નહતી કે આપણે બહાર જઇ શકીએ. આજે આપણી સાથે પરિસ્થિતિ પણ છે અને પૈસા પણ છે છતાં શારીરિક તકલીફો ને લીધે આપણે કશે જવાની ઇચ્છા પણ થાય તો પણ નથી જઇ શકતાં. જે જુવાનીમાં મજા કરવી જોઈતી હતી તે કરી નહિ શક્યાં પરંતુ જે આપણે વેઠી ચુક્યા છે તેવું જ આપણા સંતાનો પણ વેઠે એવું શું તું ઈચ્છે છે? નહીં ને ?
આજે તેઓની ફરવા ની અને મજા કરવાની ઉંમર છે થોડા વર્ષ પછી તેઓ પણ જવાબદારી માં બંધાઈ જશે પછી તેઓ પણ આપણી જેમ વધુ બહાર નીકળી શકશે નહીં તો પછી અત્યારે કેમ અટકાવવા? આપણા વખતનો સમય, વ્યવહાર અને કરકસર અલગ હતી અને અત્યારે અલગ છે.
આજે આપણાં સંતાનો ગધેડા ની જેમ ઓફિસમાં કામ કરે છે આખા દિવસમાં પતિ પત્ની ને માંડ થોડો સમય મળે છે એકબીજા સાથે સમય ગાળવાનો પણ મોકો મળતો નથી અને તેમાં આપણે પણ સાથે રહીએ છીએ. તો આવી બધી નાની વાતોને મગજમાં લેવા કરતાં અત્યારે જે સુખ મળ્યું છે તેને ભોગવ. બહેનપણાં અને પિયરીયા ની વાતોમાં આવીને પોતાના ઘરમાં રામાયણ કરશે તો તારે જ વેઠવું પડશે.”
વડીલની આ વાત પત્ની ના મગજમાં તો ઉતરી પરંતુ જો આવી વાત સંયુક્ત કુટુંબ ના બધાં વડીલો ના મગજમાં ઉતરશે તો સંસારની ગાડી ક્યારે પણ પાટા પરથી ઉતરશે નહિ.
Also read : ૬૦ વર્ષે પતિને સુધારવાની પત્નીની જીદ : વાંચો આ રોચક લેખ