ભગવદ ગીતા સાર : આપણે કેવું કર્મ કરવું અને સારા સ્વાસ્થ્ય માટે શું કરવું?
ગુજજુમિત્રો, સ્વયં શ્રીકૃષ્ણે ભગવદ ગીતા માં કહ્યું છે કે કામ છોડીને પૂજા-પાઠ ન કરવા જોઈએ કારણકે કર્મ વિના કલ્યાણ શક્ય નથી. ગીતા એ પણ શીખવે છે કે માણસે કયું કર્મ કરવું જોઈએ? આ લેખમાં આપણે એ પણ શીખીશું કે સારા સ્વાસ્થ્ય માટે ગીતામાં ભગવાન કૃષ્ણ શું જ્ઞાન આપે છે? ચાલો, વાંચીએ ભગવદ ગીતા સાર…
પહેલી વાતઃ- કર્મ શા માટે જરૂરી છે, આ કેવું હોવું જોઈએ?
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्।।
(અધ્યાય 8, શ્લોક 7)
શ્રીકૃષ્ણ કહે છે – અર્જુન તું મારું ચિંતન કર, પરંતુ સાથે તારું કર્મ પણ કર. તે પોતાનું કામ છોડીને માત્ર ભગવાનનું નામ લેતા રહેવાનું નથી કહેતા. ભગવાન ક્યારેય કોઈ અવ્યવહારિક વાતની સલાહ નથી આપતા. ગીતામાં લખ્યું છે કર્મ વિના જીવન યથાવત નહીં રહી શકતું. કર્મથી મનુષ્યને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, તે તો સંન્યાસ લેવાથી પણ નથી મળી શકતી.
બીજી વાતઃ- જીવવા માટે કામ કેવું પસંદ કરવું જોઈએ?
सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि।
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।।
(અધ્યાય 3, શ્લોક 33)
વ્યક્તિએ પોતાના સ્વભાવ મુજબ કામ પસંદ કરવું જોઈએ. એવું કામ જેમાં તેને ખુશી મળતી હોય. આપણે આપણી પ્રકૃતિ અને ક્ષમતા મુજબ કામ કરવું જોઈએ. પોતાના અસ્તિત્વની જરૂર મુજબ કામ કરો. ગીતામાં એવું પણ લખ્યું છે કે જે કામ તમારા હાથમાં આ સમયે છે એટલે કે વર્તમાન કર્મ તેના કરતા સારું કંઈ નથી. તેને પૂરું કરો.
ત્રીજી વાતઃ- શિક્ષા મેળવવાની સારી રીત શું છે?
तद्विद्धि प्रणिपातेन परिप्रश्ने सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन:।।
(અધ્યાય 4, શ્લોક 34)
શિક્ષા અને જ્ઞાન તેને જ મળે છે, જેમાં જિજ્ઞાસા હોય. સન્માન અને વિનયપૂર્વક સવાલ પૂછવાથી જ્ઞાન મળે છે. જે જાણકાર છે તે કોઈ પણ વાત ત્યારે જ જણાવશે જ્યારે તમે પ્રશ્ન કરશો. પુસ્તકમાં લખેલી અથવા સાંભળેલી વાતોને તર્ક પર માપવું જરૂરી છે. જે શાસ્ત્રોમાં લખ્યું, જે ગુરુ પાસે શીખ્યું છે અને જે અનુભવ રહ્યો છે આ ત્રણેયમાં યોગ્ય તાલમેલથી જ્ઞાન મળે છે.
ચોથી વાતઃ- સ્વાસ્થ્ય સારું રહે તેના માટે શું કરવું?
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा।।
(અધ્યાય 6, શ્લોક 17)
જે યોગ્ય માત્રામાં ભોજન કરનાર અને યોગ્ય સમય પર ઊંઘ કરનાર હોય છે, તેની લાઇફસ્ટાઇલ નિયમિત છે, તે વ્યક્તિમાં યોગ એટલે અનુશાસન આવી જાય છે. આવી વ્યક્તિ દુખ અને રોગથી દૂર રહે છે. ગીતામાં લખ્યું છે – आयु: सत्वबलारोग्यसुखप्रितीविवर्धना:
સાત્વિક ભોજન સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. આ જીવન, પ્રાણશક્તિ, બળ, આનંદ અને ઉલ્લાસ વધારે છે.
પાંચમી વાતઃ- ખુશી બધા ઈચ્છે છે, પરંતુ મળશે કેવી રીતે?
मास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदु: खदा:।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत।।
(અધ્યાય 2, શ્લોક 14)
સુખ-દુખનું આવવું અને જતા રહેવું શિયાળા અને ઉનાળાના આવવા-જવા સમાન છે. સહન કરતા શીખો. ગીતામાં લખ્યું છે – જેણે ખરાબ ઈચ્છાઓ અને લાલચને છોડી દીધી, તેમને શાંતિ મળે છે. કોઈ પણ ઈચ્છાઓથી મુક્ત નથી થઈ શકતા. પરંતુ ઈચ્છાઓની ગુણવત્તા બદલવાની હોય છે.
Also read : સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસના નિરોગી રહેવા માટેના અનોખા ઉપાયો